મુધણેશ્વર મહાદેવનો ભાદરવા મહિનાના બીજા સોમવારે એટલે કે આજથી સાબરકાંઠા જિલ્લા જાદર ગામે ત્રણ દિવસીય મહોત્સવ ઉજવાશે રીપોટર હર્ષદ જોષી મુંબઈ
મુધ્રણેશ્વર મહાદેવનો ભાદરવા મહિનાના બીજા સોમવારે એટલે કે આજ થી સાબરકાંઠા જિલ્લાના જાદર ગામે ત્રણ દિવસીય મહોત્સવ યોજાશે.જેમના ખોળામાં બાળપણ વિત્યું, એવા મારા દાદા મુધ્રણેશ્વર મહાદેવ જીવનના દરેક સમયે હૃદયમાં ધબકતા હોય છે..ગામમાં રહેતા બધા સ્નાન કરીને પહેલું કામ કરતા હોય તો મહાદેવજીને જઈને એક લોટો પાણીથી અભિષેક કરવો.જેના કારણે ગામના દરેક લોકો સમૃદ્ધ છે.. જીવનમાં કોઈ તકલીફ હોય અને દાદાને યાદ કરીએ તો એમનો વરદ હસ્ત માથે ફરતો અનુભવાય..*હું છું ને?* એવો એમનો હોંકારો સંભળાય.આવા મારા દાદાના ચરણે અનંત કોટિ સાષ્ટાંગ પ્રણામ..
લોકવાયકા એવી છે કે જે સ્થળે મંદિર છે ત્યાં અનાદી કાળથી સ્વયંભુ શિવજી સ્થાપીત હતા..હાલનું જાદર ગામ પહેલાં આ સ્થળેથી બે કિલોમીટર દૂર વસતું હતું..આ સ્થળે ગામની ગાયો ચરવા આવતી હતી. પહેલાં ગાય જ ધન હતું. ગાયોથી ભારતની અસ્મિતા, વૈભવ, સુખાકારી, તંદુરસ્તી ..એમ બધું ગાય આધારિત હતું.. મોગલોએ ભારતમા આવીને ગૌ ધન પર પ્રહાર કરી ભારતને દુર્બળ બનાવવાનું કામ ચાલુ કરેલું..એટલે આ ચરતી ગાયોને એમના લોકો આવીને ચોરીને લઈ જવા લાગ્યા..ગોવાળ ભાઈઓએ બચાવ માટે બૂમો પાડી..એ વખતે ક્ષત્રિય પોતાના પ્રાણના ભોગે ગાય અને બ્રાહ્મણનું રક્ષણ કરતા.ગામમાં રહેતા એક પરિવારના બે ભાઈ અને બહેન ..માધવ, મુધવ અને લાસબાઈ..એમની પાછળ ઘોડા અને શસ્ત્ર લઈને દોડ્યા.. મોગલોએ એ વિસ્તારમાં આ ક્ષત્રિયોને રોકવા માટે આગ લગાડી દીધી.એ વખતે આ શિવજીના સ્થાન પર રહેતા નાગદેવતા ગરમીથી બચવા ત્યાં વૃક્ષ પર ચઢી ગયા હતા.. મુધવજીનો ઘોડો પાસે આવ્યો તો નાગદેવતાને વાચા ફૂટી.."મને આ આગની ગરમીથી બચાવી લો" મુધવે પોતાના હાથમાં રહેલી ઢાલને ઉપર ધરીને નાગ દેવતાને મસ્તક ઉપર મૂકી દીધા..અને મોગલો સાથે લડવા લાગ્યા..ત્યારે નાગદેવતા બોલ્યા..કે મને આ આગથી બચાવ્યો અને ગાયોના રક્ષણ માટે તમે આવ્યા છો એનાથી હું પ્રસન્ન છું.આ યુદ્ધમાં તમે વીર ગતિ પામશો.આ સ્થાન તમારા નામે ઓળખાશે અને આ નામના થકી અહીં આવનાર પ્રાણી માત્રનું ઝેર ઊતરી જશે..પછી તો ત્રણેય વીર ગતિ પામ્યા..(આ સ્થાન મુધવના નામે થઈને મુધ્રણેશ્વર મહાદેવ તરીકે જાણીતું છે.વિશ્વના કોઈપણ ખૂણે કોઈને સર્પ દંશ કે અન્ય ઝેરી જંતુ કરડે તો દાદાનું નામ લઈને સૂતરનો દોરો ત્યાં બાંધી દેવાથી આ ઝેર શરીરમાં વ્યાપક બનતું નથી.અને આ વ્યક્તિ મંદિરમાં આવે ત્યારે આ ક્ષત્રિય કુળના વંશજ લીમડાથી ઝેર ઉતારે છે. જ્યાં સુધી શરીરમાં ઝેર હોય ત્યાં સુધી લીમડો મીઠો લાગે છે..ઝેર ઉતરી જતાં લીમડો કડવો લાગે ત્યારે આ વિધિ સંપન્ન કરી દેવામાં આવે છે. આખા શરીરમાં ઝેર વ્યાપી ગયું હોય અને ખાલી શ્વાસ ચાલુ હોય એવા વ્યક્તિને પાંચ મિનિટમાં દાદા દોડતો કરી ઘેર મોકલે છે..કોઈ પ્રાણીને આવું કોઈ જાનવર કરડ્યું હોય તો એના માલિકને ઝેર ઉતારવામાં આવે છે અને એ પ્રાણીનું ઝેર ઉતરી જાય છે.)
આ ઘટનાને ઘણા વર્ષો થઈ ગયા હશે.ગામની ગાયો અહીં ચરવા આવે તો એક ગાય આ સ્થાનમાં જઈને શિવજી પર સ્વયં આંચળ માંથી દૂધની ધારા કરીને અભિષેક કરે. આ ગાય મુખીની હતી, એ ગાયનું દૂધ ઘેર આપતી નહતી તો એ સ્વયં એ ગાયની પાછળ જોવા ગયા કે ગોવાળ લોકો ચરતી ગાયનું દૂધ દોહી નથી લેતા ને? તો એમણે આ દ્રશ્ય જોયું.. એમણે ગાયનું પૂછડું ખેંચી રોકવા પ્રયત્ન કર્યો.(એ ગાયની પગની ખરીનું નિશાન આજે પણ અહીં સ્થાનક પર છે.).આ મુખીને એ રાત્રે સ્વપ્નમાં દાદાએ સંકેત આપ્યો કે અને મુધવની વીર ગતિની વાત કરી અહીં સ્થિત છું, અહીં ગામનો વસવાટ કરવા સૂચન કર્યું.આ આદેશને માન આપી ગામ ધીરે ધીરે અહીં વસ્યું..
ભાદરવાના બીજા સોમવારે લાખોની સંખ્યામાં આ પંથકના લોકો આવી દાદાના મંદિરમાં શ્રીફળ વધરે છે.આ પરંપરાની માનતા છે.જે માનતા પૂરી ના કરે એને દાદા સંકેત આપે છે. ત્રણ દિવસ લોકમેળો યોજાય છે. જાદર ગામ દાદા અને મેળાથી ભારતમાં પ્રસિદ્ધ છે.
દાદાના ચરણે આપણે પ્રાર્થના કરીએ કે *"હે પ્રભુ! હે શિવ! અમારી સર્વે કાળ રક્ષા કરજો.જેમ શરીરમાં ઝેર વ્યાપક હોય અને કડવો લીમડો મીઠો લાગે છે એમ અત્યારે અમારા જીવનમાં કામ, ક્રોધ,લોભ, મોહ, મત્સર જેવા અનેક સર્પનું ઝેર વ્યાપક છે.એટલે સંસાર કડવો હોવા છતાં મીઠો લાગે છે..નિત્ય જીવનની મહામૂલી ક્ષણો હજુ ઈશ્વરની ભક્તિ તરફી નથી પણ સંસારને મેળવવા વેડફી રહ્યા છીએ..હે નાથ! કૃપા કરો..દયા કરો..અમારા આ કામ આદિ ઝેરને ઉતારી આપની અનન્ય શરણાગતિ આપી આ જન્મે અમે જીવમાંથી શિવ તત્વમાં વિલીન થઈ આત્મકલ્યાણના પરમ વૈભવને પ્રાપ્ત કરીએ..*
આ સ્થાન એટલું દિવ્ય છે કે પરમ પૂજ્ય હૈડીયાખંડી ભોલેબાબાએ અહીં ત્રણ વાર આવી અતિરુદ્ર યજ્ઞ,શિવ પુરાણ અને ભંડારા કરાવેલા..એવા ઘણા સંતો આ સ્થાનના મહિમાને લઈને આવેલા છે.. કાંચીના જગદગુરુ શંકરાચાર્ય શ્રી જયેન્દ્ર સરસ્વતી જ્યારે આખા ભારતના પરિભ્રમણે નીકળેલા ત્યારે એમને મંદિરમાં દસ મિનિટ જ પૂજાનો સમય હતો પણ અડધો કલાક દાદા સમીપ બેસી બહાર આવ્યા ત્યારે બોલેલા *"द्वादश ज्योतिर्लिंग का तो मालुम थर लेकिन ये तेरहवां ज्योतिर्लिंग है।आप बड़े भाग्यशाली हो की इस दादा के सान्निध्य में हो।"*
બોલો મુધ્રણેશ્વર મહાદેવ કી જય.
ૐ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ
ૐ નમઃ શિવાય.
ધીરેન્દ્ર ભટ્ટના દાદાના ચરણે પ્રણામ
31 ઑગસ્ટ 2025
( નોંધ..આ માહિતી લોકવાયકાથી જેમ પરંપરાથી મળી એમ લખી છે..એમાં કોઈ ભૂલચૂક હોય તો ક્ષમા..આ લખાણ કોઈ ફોરવર્ડ કરો તો આમ જ કરવા વિનંતી..)
Comments
Post a Comment