ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી ઉત્સવ ઉજવવા થાણા નગરી માં મીટીંગ યોજાઈ

Press Note...ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ ઉત્સવ ઉજવવા થાણા નગરીમાં મિટિંગ 
 થાણા : ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિતે સરદાર સાર્ઘ શતાબ્દી સરદાર એકતા મહાસંમેલન થાણા ખાતે ટૂંક સમયમાં આયોજિત કરવામાં આવી રહ્યું છે.
    સરદારે સંપૂર્ણ ભારતદેશને એક સૂત્રથી બાંધ્યું છે. આપણા નગરમાં રહેવાવાળા ભારતવાસીઓ ને એક નેજા હેઠળ લાવીએ. આવો એકઅભુતપૂર્વ મહોત્સવની તૈયારી અત્યારથી પ્રારંભ કરીએ. લોહપુરુષના એક ભારત સ્વપ્નને જનસાગર સ્વરૂપમાં સાકાર કરીએ.
    અખંડ ભારતના શિલ્પકાર સરદાર આ નામથી પુરા વિશ્વમાં વિખ્યાત છે. ૫૬૨ રાજ રજવાડાને તેમણે અખંડ ભારતમાં જોડ્યા. દૂર દ્રષ્ટિ, શક્તિ, યુક્તિથી આ મહાન કાર્ય કરવાવાળા રાજનીતિક ધુરંધર હતા. ભારતરત્ન સમ્માનથી તેમને એમના મૃત્યુના ૪૧ વર્ષ પછી નવાજવામાં આવ્યા.સ્વતંત્ર ભારમાં સરદારની ઉપેક્ષાનું આ એક પ્રમાણ છે.
   સ્ટેચ્યુ ઓફ યુનિટીની વજ્રનિર્ધાર, દૂરંદેશી અને નિર્ણય ક્ષમતાના કારણે ૫૬૨ રિયાસ્ત અખંડ ભારતમાં વિલીન થઇ. સંપૂર્ણ ભારતદેશ સરદારનો ઋણી છે. સરદાર સાર્ઘશતાબ્દી ઋણમોચન સુર્વણ અને સુનહરો અવસર છે.
   ભારત ભારતીના સંસ્થાપક અધ્યક્ષ શ્રી વિનયભાઈ પાત્રાળે વિશેષ ઉપસ્થિત રહી માર્ગદર્શન કરેલ.
    આ મિટિંનું આયોજન કચ્છ કડવા પાટીદાર સમાજ ભવનમાં કરવામાં આવેલ જેમાં કચ્છ કડવા પાટીદાર સમાના પ્રમુખશ્રી નરોત્તમભાઇ પટેલ, ઉપપ્રમુખ શ્રી કિશોરભાઈ પટેલ, શંકરભાઇ પટેલ, ટ્રસ્ટી શ્રી યોગેશભાઈ પટેલ, ખજાનચી શ્રી ભવાનભાઈ પટેલ, સહખજાનચી શ્રી જગદીશભાઈ પટેલ, અખિલ મહારાષ્ટ્ર ગુજરાતી સમાજના મહામંત્રી રમેશ પ્રભુરામ ઠક્કર, કચ્છી વિસા ઓસવાલ સમાજના મંત્રી શ્રી કાંતિભાઈ પોલડિયા, વાગડ ઓસવાલ સમાજના દીપકભાઈ શાહ, ભાનુશાલી સમાજના શ્રી અશોકભાઈ ભાનુશાલી ઉપસ્થિત રહેલ.
   સર્વે મહાનુભાવો દ્વારા એક અવાજે આપણે સરદાર વલ્લભભાઈ પટેલની સાર્ઘ શતાબ્દી વિશેષરૂપથી થાણામાં ઉજવીશું એવા ઉત્સાહ સાથે મિટિંગની પુર્ણાહુતી કરવામાં આવેલ. શ્રી વિનયભાઈ પાત્રાળેનું સન્માન નરોત્તમભાઇ પટેલ તેમજ સર્વે સમાજના ભાઈઓએ મળી શાલ દ્વારા કરવામાં આવેલ એવું એક યાદીમાં રમેશ પ્રભુરામ ઠકકરે એક યાદીમાં જણાવ્યું છે..

Comments