હિંમતનગર ખાતે જિલ્લા કલેકટર શ્રી લલિત નારાયણ સિંઘ સાદુ ની અધ્યક્ષતામાં આદી કર્મયોગી વિશેષ અભિયાન અંતર્ગત મિટિંગ મળી રિપોર્ટર મિનેશભાઈ વ્યાસ તલોદ

*હિંમતનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં "આદિ કર્મયોગી વિશેષ"અભિયાન અન્વયે ઓરીએન્ટેશન કાર્યક્રમ યોજાયો*
**** 
ભારત સરકાર દ્વારા ધરતીઆબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન (DA-JGUA)ના ભાગરૂપે Aadi karmyogi Responsive Governance Programme જાહેર કરેલ છે. Responsive Governance માટે રાજય કક્ષાએ જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ અને ગ્રામ્ય કક્ષાએ જોડાયેલ વહીવટી વિભાગ અને લોકોને ભાગીદાર બનાવવા (DA-JGUA) અભિયાન અંગેની જાગૃતિ કેળવવા અને અમલ અંગેની ક્ષમતા વર્ધન માટે એક સંકલિત કાર્યક્રમ તૈયાર કરવામાં આવેલ છે. જે અંતર્ગત રાજય, જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાના અધિકારીઓ અને કર્મચારીઓની ક્ષમતા વર્ધન માટે તાલીમ અને વર્કશોપનું આયોજન કરાયું છે.જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં કલેકટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં કલેકટર કચેરી સભાખંડ ખાતે આદિ કર્મયોગી વિશેષ અભિયાન સંદર્ભે ઓરીએન્ટેશન કાર્યક્રમ યોજાયો હતો. 
રાજ્યભરમાં તા. 22 ઓગસ્ટથી 2 ઓક્ટોબર સુધી 'આદિ કર્મયોગી વિશેષ’ અભિયાન યોજાશે. જેમાં ગુજરાતમાં 15 જિલ્લા, 94 તાલુકા અને 4245 ગામડાઓમાં આદિ કર્મયોગી અભિયાન ચલાવામાં આવશે. જેમાં સાબરકાંઠા જિલ્લાના છ તાલુકાના 164 ગામડાઓમાં આદિ કર્મયોગી અભિયાન ચાલવાશે. સાબરકાંઠા જિલ્લામાંથી આદિ કર્મયોગી અભિયાન માટે કુલ સાત અધિકારીશ્રીઓની ડિસ્ટ્રિક્ટ માસ્ટર ટ્રેનર (DMT) ની નિમણુંક કરાઈ છે.
આદિ કર્મયોગી અભિયાન ભારતનું સૌથી વિશાળ આદિવાસી નેતૃત્વ નિર્માણ માટેનું જન આંદોલન છે.આ અભિયાનનો હેતુ 20 લાખ આદિવાસી પરિવર્તન નેતાઓની કેડર વિકસાવવાનો છે. 
આ કાર્યક્રમ અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં જુદા-જુદા વિભાગમાંથી ડિસ્ટ્રીકટ માસ્ટર ટ્રેનર, બ્લોક નોડલ ઓફિસર અને બ્લોક માસ્ટર ટ્રેનરની નિમણુંક કરવામાં આવેલ છે.
આ બાબતે જિલ્લા કક્ષાના તમામ સંકલન અધિકારશ્રીઓને અભિયાનથી અવગત તથા તેમણે કરવાની થતી કામગીરીથી માહિતગાર કરાવવા ઓરીએન્ટેશન કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આદિ કર્મયોગી અંગેની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
આ ઓરીએન્ટેશન કાર્યક્રમમાં પ્રાયોજના વહીવટદારશ્રી વિશાલ સકસેના, પ્રાંત અધિકારીશ્રી સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
****

Comments