ખારાપાટ વણકર સમાજ સમુહલગ્ન ની હિસાબી મીટીંગ પાટડી મૂકામે મળી
ખારાપાટ વણકર સમાજ નો ૨૫ મો સિલ્વર જ્યુબીલી સમુહલગ્ન મહોત્સવ ની હિસાબ કિતાબ ની મીટીંગ યોજાઈ હતી
આજરોજ ખારાપાટ વણકર સમાજ સમુહલગ્ન સમિતિ ની કારોબારી સમિતી ની મીટીંગ ખારાપાટ વણકર સમાજ ભવન પાટડી મૂકામે ખારાપાટ વણકર સમાજ નાતના ન્યાયધીશ શ્રી ગણપતભાઈ રેવર ને આજની મીટીંગ નુ અધ્યક્ષ સ્થાન આપવામાં આવ્યું હતુ ૧૦-૫-૨૦૨૫ ના રોજ ખારાપાટ વણકર સમાજ નો ૨૫ મો સિલ્વર જ્યુબીલી સમુહલગ્ન યોજાયો હતો જેના હિસાબ કિતાબ રજૂ કરવામાં આવ્યા જેમા આવક જાવક ના હિસાબ રજુ કરવામાં આવ્યા ૨૩૩૫૪૪૦ ની સમુહલગ્ન મહોત્સવ આવક અને સમુહ લગ્ન નોંધણી ફી આવક ૪૧૦,૦૦૦ એટલે ૨૭,૪૫,૪૪૦કુલ આવક સમાજ ના સાથ સહકાર થી થ ઈ હતી સામે ૧૫૪૫૬૦૪ ની જાવક ખર્ચ થયુ આવકમા દાતા પાસેથી ૪૬૭૯૬૬ રકમ ની ઉઘરાણી બાકી છે જે સતવરે જમા કરાવવા મા આવે એવુ જણાવવામાં આવ્યું આ મીટીંગ મા ખારાપાટ વણકર સમાજ સમુહલગ્ન સમિતિ ના પ્રમુખ કિશોરભાઈ વાઘેલા મહામંત્રી દિનેશભાઇ ચૌહાણ કા.ચેરમેન પસાભાઈ પરમાર પુર્વ પ્રમુખ નથાભાઈ પરમાર , કનુભાઈ પરમાર જગાભાઈ પરમાર , જગદીશભાઈ રણોદરા, રઘુભાઈ રાઠોડ , માવજીભાઈ પરમાર , વિપુલભાઈ મેરણી મહાદેવભાઈ પરમાર પંકજભાઈ રોનડીયા, દલસુખભાઈ જાદવ નટુભાઈ રાઠોડ હીરાભાઈ તલાટી સહિત ખારાપાટ વણકર સમાજ સમુહલગ્ન સમિતિ ના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
Comments
Post a Comment