માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તેમના બે દિવસીય પ્રવાસ બાદ દિલ્હી પરત ફર્યા રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ અમદાવાદ
માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી તેમના બે દિવસીય પ્રવાસ બાદ દિલ્હી પરત ફર્યા હતા.
વડાપ્રધાનની ગુજરાત મુલાકાત હોલિસ્ટીક સસ્ટેનેબલ ડેવલપમેન્ટને વેગ આપવામાં ખૂબ મહત્વની બની રહી.
વડાપ્રધાને અમદાવાદ ખાતેથી રૂ. ૫૪૭૭/- કરોડનાં વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું.
તેમણે હાંસલપુર ખાતેથી સુઝુકી અને TDSG કંપનીના ગ્રીન એનર્જી અને ગ્રીન મોબિલિટી ના સીમાચિહ્નરૂપ પ્રોજેક્ટ્સનો શુભારંભ કરાવ્યો.
ગુજરાતના લોકોએ ખૂબજ ઉત્સાહ અને સ્નેહભાવ સાથે મોદીજીને આવકાર આપ્યો. તેમના સત્કાર માટે મોટી સંખ્યામાં ઉમટેલા લોકોની લાગણીના દ્રશ્યો ખૂબ હૃદયસ્પર્શી બની રહ્યા.
Comments
Post a Comment