ભાદરવી પૂનમે પગપાળા જતા ભક્તો ની સુરક્ષા સારૂં જાહેર ના મુ રીપોટર હર્ષદ જોષી મુંબઈ

*ભાદરવી પૂનમે પગપાળા જતા ભક્તોની સુરક્ષા સારૂ જાહેરનામુ*
**
આગામી તા.૦૭/૦૯/૨૦૨૫ સુધી શ્રી અંબાજી માતાના દેવસ્થાન બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે તથા સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહમા ખાતે ભાદરવી પુનમના મોટા મેળા ભરાય છે. આ મેળામાં અંબાજી માતાજીના દર્શનાર્થે અસંખ્ય પદયાત્રીઓ તથા પદયાત્રી સંઘો જતા હોય છે. જેમાં સાબરકાંઠા જિલ્લામાંથી તેમજ આજુ બાજુના જિલ્લાઓ માંથી શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં સાબરકાંઠા થઈ પગપાળા ખેડબ્રહ્મા થઈ અંબાજી ખાતે જવા માટે પસાર થતાં હોય છે. પદયાત્રીઓ મોટે ભાગે રસ્તાની ડાબી બાજુએ ચાલતા હોય છે. જેમાં કેટલાક માતાજીનો રથ લઈને ખેડબ્રહ્મા થઈ અંબાજી ખાતે જતા હોય છે. પદયાત્રીઓની સુરક્ષા સારૂ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુને મળેલ સત્તાની રુએ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં મહેતાપુરા હિંમતનગર થી ખેરોજ પુલ જિલ્લાની હદ સુધી હિંમતનગરથી જતા રોડની જમણી બાજુએ નાના મોટા વાહનો પસાર થાય તે સારૂ તા.૦૭/૦૯/૨૦૨૫ સુધી જાહેરનામું અમલમાં રહેશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર અથવા કરાવનાર શખ્સ ૧૯૫૧ના ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૫(૧) હેઠળ ઓછામાં ઓછી ચાર માસ અને વધુમાં વધુ એક વર્ષની કેદની સજા થઈ દંડને પાત્ર થશે તેમજ ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

Comments