*ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે નવી દિલ્હી ખાતે પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે સૌહાર્દપૂર્ણ વાતાવરણ માં ઉષ્માસભર મુલાકાત કરી ે.રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ અમદાવાદ
*******************************************ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે નવી દિલ્હી ખાતે પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે સૌહાર્દપૂર્ણ વાતાવરણ માં ઉષ્માસભર મુલાકાત કરી હતી. આ મુલાકાત લગભગ એક કલાક સુધી ચાલી હતી.
ગુજરાત માં સર્વાંગી વિકાસ ના વિવિધ આયામો અંગે તેમની સાથે ચર્ચા કરી.
રાજ્ય માં ઉદ્યોગ તેમજ સામાજિક ક્ષેત્રના વિકાસ માટે તેઓશ્રીના બહુમુલ્ય સૂચનો મેળવ્યા.
માનનીય પ્રધાનમંત્રીશ્રીએ પ્રત્યેક કલ્યાણકારી યોજનામાં સામાન્ય માનવીના હિત ને પ્રાધાન્ય આપ્યું છે. સેચ્યુરેશન ના અભિગમ સાથે છેવાડા ના પ્રત્યેક લાભાર્થી સુધી કેન્દ્ર અને રાજ્યની યોજનાઓ ના લાભો ઝડપથી પહોંચાડી શકાય તે અંગે તેઓશ્રી એ માર્ગદર્શન આપ્યું હતું.
જો કે મુખ્ય મંત્રી ની વડા પ્રધાન સાથે ની આ મુલાકાત થી રાજકિય વર્તુળ માં અટકળો તેજ બની છે.
Comments
Post a Comment