સાબરકાંઠા જિલ્લાના પ્રોતિજ ખાતે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજની જનરલ મિટિંગ મળી રિપોર્ટર મિનેશભાઈ વ્યાસ તલોદ

સાબર આવાઝ ન્યુઝ**પ્રાંતિજ -સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ (રાજ્યકક્ષા) સાબરકાંઠા જિલ્લાની જનરલ સભા પ્રાંતિજ માંડલેશ્વર મહાદેવ અન્નપૂર્ણા હોલમાં મળી જેમાં સાબરકાંઠા જિલ્લાના છેલ્લી બે ટર્મથી પ્રમુખની જવાબદારી નિભાવતા મનોજભાઈ પુરોહિત તથા સમગ્ર ટીમનો કાર્યકાળ પૂર્ણ થતા જિલ્લાના તથા રાજ્ય બ્રહ્મ આગેવાનો દ્વારા તેમની આપેલી સેવાઓ ને બિરદાવી ને તેમને મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું.રાજ્યના મુખ્ય કોર કમિટીના અતુલભાઇ દીક્ષિત તથા પ્રફુલભાઇ વ્યાસ તથા જિલ્લા ના બ્રહ્મ આગેવાનો દ્વારા નવા પ્રમુખ તરીકે ઋષિરાજભાઈ ભટ્ટ ને જાહેર કર્યા હતા અને ઋષિરાજભાઈ ભટ્ટે જિલ્લાના મહામંત્રી તરીકે હિંમતનગર ના વરિષ્ઠ પત્રકાર અશોકભાઈ રાવલ તથા સાબર આવાઝ ન્યુઝ ના ઈડર તાલુકાના ચીફ બ્યુરો ચેતનભાઇ જોશી ને જવાબદારી નિયુક્ત કરી હતી. જેમાં હાજર રહેલા સર્વે એ તાલીઓના ગડગડાટ થી વધાવી લીધા હતા .આ પ્રસંગે રાજ્ય કક્ષાના મહામંત્રી ગીરીશભાઈ ત્રિવેદી એ ગુજરાત રાજ્યના ઉપપ્રમુખ તરીકે પ્રફુલભાઈ વ્યાસની નિમણુક ની જાહેરાત કરી હતી .રાજ્ય કક્ષા ના કન્વીનર ડોક્ટર યગ્નેશભાઈ દવે તથા રાજ્ય કક્ષા ના પ્રમુખ અશ્વિનભાઈ ત્રિવેદીએ પ્રાસંગિક પ્રવચન આપ્યા હતા .આ પ્રસંગે રાજ્ય કક્ષા ના હોદ્દેદારો મહામંત્રી દિનેશભાઈ રાવલ તથા મુખ્ય સંગઠક ભરતભાઈ વ્યાસ તથા અતુલભાઇ દીક્ષિત તથા ડામરાજી રાજગોર તથા યુવા પ્રમુખ કુણાલ દીક્ષિત તથા મહિલા પ્રમુખ છાયાબેન ત્રિવેદી, પ્રવક્તા આશિષભાઈ મહેતા તથા મહિલા મંત્રી ડોલીબેન દવે તથા સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓના પ્રમુખ અને મંત્રીશ્રીઓ હાજર રહ્યા હતા. અંતમાં ડોક્ટર ગૌરાંગશરણ દેવાચાર્ય તથા મહામંડલેશ્વર સુનિલ દાસજી મહારાજ દ્વારા સર્વે ભૂદેવોને આર્શી વચન આપતા સનાતન ધર્મના રક્ષણ માટે બ્રાહ્મણોનું યોગદાન અને કર્તવ્ય વિશે પ્રવચન આપ્યું હતું. કાર્યક્રમની આભાર વિધિ રાજ્યના યુવા પ્રમુખ કુણાલ દીક્ષિતે કરી હતી .આ પ્રસંગને સાબર અવાજના પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ .રિપોર્ટર જિલ્લા પ્રતિનિધિ મિનેશભાઈ વ્યાસ તલોદ

Comments