સાબરકાંઠા જિલ્લા ના તલોદમાં સિંધી સમાજના અગ્રણીઓનું દુખદ અવસાન રિપોર્ટર મિનેષ ભાઈ વ્યાસ તલોદ

સાબરકાંઠા જિલ્લાના તલોદમાં સિંધી સમાજના અગ્રણીનું દુઃખદ અવસાન

 સાબરકાંઠા જિલ્લાના તલોદ નગરપાલિકા માં ભાજપના પૂર્વ કોર્પોરેટર અને નગરપાલિકા ના કારોબારી ના અધ્યક્ષ તરીકે પણ સેવાઓ આપી ચૂકેલા કિરણકુમાર તારાચંદભાઇ નરસિંઘાણી નું આજે દુઃખદ અવસાન થતાં સિંધી સમાજમાં તેમજ તલોદ નગરમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી કિરણભાઇ નરસિંઘાણી ના નિધનના સમાચાર સાંભળી પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર એ પણ ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી હતી ઇશ્વર તેમના આત્માને શાંતિ આપે અને પરિવારજ નો ઉપર આવી પડેલ દુખ ની ઘડીમાં સહન કરવાની શક્તિ આપે તે માટે તેમને પ્રાર્થના કરી સાંત્વના સાથે શ્રદ્ધાંજલિ અર્પી હતી 

આ અંતિમયાત્રા માં તલોદ નગરપાલિકા ના કોર્પોરેટર તથા હાલના હોદેદારો તથા તલોદ ના અગ્રણી વેપારીઓ આગેવાનો તલોદ નગરજનો મોટી સંખ્યામાં અંતિમયાત્રા માં જોડાયા હતા રિપોર્ટર મિનેશ વ્યાસ સાબર આવાઝ તલોદ

Comments