ખેડબ્રહ્મા ખાતે પ્રભારી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપુત ની અધ્યક્ષતામાં જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ રીપોર્ટ ર જિતેન્દ્ર જોષી ખેડબ્રહ્મા
*ખેડબ્રહ્મા ખાતે પ્રભારી મંત્રીશ્રી બળવંતસિંહ રાજપુતની અધ્યક્ષતામાં જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ*
****
સાબરકાંઠા જિલ્લામાં ઉદ્યોગ, લઘુ,સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ કુટીર,ખાદી અને ગ્રામઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર તેમજ પ્રભારી મંત્રીશ્રી બળવંતસિંહ રાજપુતની અધ્યક્ષતામાં વર્ષ 2025-26 ની જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક પ્રાંત કચેરી, ખેડબ્રહ્મા ખાતે યોજાઈ હતી.
આ બેઠક દરમિયાન આદિજાતિ વિસ્તારમાં ન્યુ ગુજરાત પેટર્ન આયોજન વર્ષ 2025-26 અંગે વિગતે ચર્ચા કરવામાં આવી હતી.તેમજ વિકાસ કાર્યોની સમીક્ષા કરવામાં આવી અને આવનારા સમયમાં અમલમાં મુકાનારી યોજનાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે પ્રભારીમંત્રીશ્રીએ અધિકારીઓને પ્રત્યેક યોજનાનો લાભપાત્ર લાભાર્થી સુધી સમયસર અને પારદર્શિતાથી પહોંચે તે માટે સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં લોકસભાના સાંસદશ્રી શોભનાબેન બારૈયા, રાજ્યસભા સાંસદશ્રી રમીલાબેન બારા,જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, પ્રાયોજના વહીવટદારશ્રી, ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી,તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ સહિત વિવિધ અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Comments
Post a Comment