૧૯૪૨ ની હિન્દ છોડો ચળવળ અને કરો યા મરો આંદોલન વખતે તા. ૯/૮/૧૯૪૨ ના રોજ ગુજરાત કોલેજ ખાતે હાથમાં ત્રિરંગા રાષ્ટ્રધ્વજની સાથે સરઘસ ની આગેવાની લઈને સૌથી આગળ ચાલતા વિદ્યાર્થી વિનોદ કિનારીવાલા અંગ્રેજ પોલીસની ગોળીઓ થી વિધાઈને પ્રથમ શહીદ થયા હતા.
ત્યાર બાદ ખાડિયા જુની ગેટ વિસ્તારમાં દરિયાપુર ના નવયુવાન ઉમાકાન્ત કડિયા શહીદ થયો હતો.
આમ ૯ ઓગસ્ટ નો દિવસ શહીદ દિન તરીકે મનાવવામાં આવે છે. ખાડિયા ખાતે આજરોજ શહીદ સ્મારક ઉપર પુષ્પાંજલિ અર્પણ કરી ને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.
Comments
Post a Comment