ખાડિયા ના સ્થાનિક કોર્પોરેટરો પંકજ ભટ્ટ, નિકી મોદી અને ઉમંગ નાયકે વરસતા વરસાદમાં ઉભા રહી ને કામ કરાવ્યું હતું.રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ અમદાવાદ

અમદાવાદ ના ખાડિયા અને સારંગપુર વિસ્તારમાં બે ત્રણ દિવસ થી પાણી ની સમસ્યા ઉભી થઈ છે. પાણી પુરવઠો ઠપ્પ થઈ જવાથી ટેન્કર દ્વારા પાણી આપવું પડે છે.
આનું કારણ એ છે કે સારંગપુર દરવાજા બહાર આંબેડકર ના સ્ટેચ્યુ નજીક આવેલી પાણીની ટાંકી જર્જરિત થઇ ગઈ હોવાથી પાણી નો સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો છે. 
આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે પાણી નું ડાયરેક્ટ કનેક્શન પાણીની લાઈન સાથે કરી ને લોકો ને પડતી મુશ્કેલીને દૂર કરવા માટે ખાડિયા ના સ્થાનિક કોર્પોરેટરો પંકજ ભટ્ટ, નિકી મોદી અને ઉમંગ નાયકે વરસતા વરસાદમાં ઉભા રહી ને કામ કરાવ્યું હતું.
રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ અમદાવાદ

Comments