અરવલ્લી જિલ્લા ના ઈડર ભિલોડા શામળાજી રોડ નુ જાહેર નામુ

-:જાહેરનામું:-


માહિતી કચેરી અરવલ્લી 
18 જુલાઈ 2025


અરવલ્લી જિલ્લાના રાજ્યમાર્ગ ઈડર-ભિલોડા-શામળાજી રોડ કિ.મી ૧૩૯/૩૦૦ થી ૧૪૭/૩૦૦ ના અનુભાગ કિ.મી ૧૪૧/૮૦૦ પર આવેલ હાથમતી બ્રિજની કસાડ કન્સલ્ટન્સી દ્વારા તા.૧૨/૦૭/૨૫ ના રોજ વિઝિટ કરવામાં આવેલ હતી તેમજ તેઓએ આપેલ કન્સલ્ટન્સી રિપોર્ટ અનુસાર સદર હાથમતી બ્રિજ ભારે વાહનો માટે પ્રતિબંધિત કરવાનું જણાવવામાં આવેલ છે.આથી પ્રશસ્તિ પારીક, આઈ.એ.એસ. જિલ્લા મેજિસ્ટ્રેટ, દ્વારા અરવલ્લી ગુજરાત પોલીસ અધિનિયમ ની કલમ ૩૩ (૧) (ખ) હેઠળ મળેલ સત્તાની રુએ ઈડર-ભિલોડા-શામળાજી રોડ ઉપર આવેલ હાથમતી બ્રિજ પર ભારે વાહનોની અવરજવર બંધ કરવા તેમજ વૈકલ્પિક રૂટ તરીકે ઈડર-હિંમતનગર-ગાંભોઈ-શામળાજી રોડનો ઉપયોગ કરવા ફરમાવું છું.
સદર જાહેરનામાની મુદ્દત પ્રસિધ્ધ થયેથી ૨ માસની રહેશે.
આ જાહેરનામાનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર અથવા કરાવનાર શખ્સ ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ની કલમ – ૧૩૧ હેઠળ તેમજ ભારતીય ન્યાય સંહિતાની કલમ - ૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે.
આ હુકમ અન્વયે અરવલ્લી જિલ્લામાં ફરજ બજાવતા ક્ષેત્રાધિકાર ધરાવતા હેડ કોન્સ્ટેબલ અને તેનાથી ઉપરના દરજ્જાના સક્ષમ પોલીસ સત્તાધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ - ૨૨૩ તથા ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ની કલમ ૧૩૧ મુજબ ફરિયાદ માંડવા અધિકૃત કરવામાં આવે છે.

Comments