હમણાં જ મળતા સમાચાર પ્રમાણે બોટાદ ના કોઝવે પરથી સાળંગપુર જતા ગોધાવટા ગામ પાસે એક કાર પાણીમાં તણાઈ રીપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ અમદાવાદ
હમણાં જ મળતા સમાચાર પ્રમાણે બોટાદ ના કોઝવે પરથી સાળંગપુર જતા ગોધાવટા ગામ પાસે એક કાર પાણીમાં તણાઈ ગઈ છે.કાર માં BAPS ના સંત અને હરિભક્તો સવાર હતા.
કાર માં સવાર ૭ પૈકી ૪ લોકો નો આબાદ બચાવ થયો હતો. તો અન્ય ૨ વ્યક્તિ ના મૃતદેહ મળી આવ્યા હતા. જોકે ભારે શોધખોળ ના ૧૬ કલાક બાદ શાંત ચરિત સ્વામી નો મૃતદેહ મળી આવ્યો હતો.
ઘટનાની જાણ થતાં બરવાળા પ્રાંત અધિકારી, મામલતદાર અને પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
મહત્વનું છે કે બોચાસણ થી સાળંગપુર આવતા સમયે ગોધાવટા ગામ પાસે કોઝવે પરથી પસાર થતા સમયે કાર તણાઈ જવાની ઘટના બની.
Comments
Post a Comment