રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો -૨૦૧૩(nfsa) હેઠળ સમાવિષ્ટ રાજ્ય ના તમામ લાભાર્થીઓ જોંગ સંદેશ રિપોર્ટર મિનેશભાઈ વ્યાસ તલોદ
*રાષ્ટ્રીય અન્ન સુરક્ષા-કાયદો-૨૦૧૩ (N.F.S.A) હેઠળ સમાવિષ્ટ રાજયના તમામ લાભાર્થીઓ જોગ સંદેશ*
**
રાષ્ટ્રીય અન્ન સુરક્ષા-કાયદો-૨૦૧૩ (N.F.S.A) હેઠળ સમાવિષ્ટ રાજયના તમામ લાભાર્થીઓને “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના" હેઠળ વિના-મૂલ્યે મળતા અનાજનો લાભ આપવા માટે રાજય સરકારશ્રી કટીબધ્ધ છે.
આ લાભ મેળવવા માટે અને લાભાર્થીઓને સાચી ઓળખ પ્રસ્થાપિત કરવા માટે સાચા લાભાર્થીઓને નિયત કરેલ ધારા-ધોરણ પ્રમાણે લાભ મળે તે માટે e-KYC શરુ કરવામાં આવેલ છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં ૮૫ ટકાથી વધુ લાભાર્થીઓએ પોતાનું e-KYC પૂર્ણ કરેલ છે.
રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા-૨૦૧૩ (N.F.S.A) હેઠળ લાભ મેળવતા તમામ લાભાર્થીઓને અપીલ છે કે, જો આપનું e-KYC બાકી હોય તો ત્વરીત e-KYC કરાવી લેવું અને આપની નજીક વ્યાજબી ભાવની દુકાનો ખાતેથી આપના લાભનું અનાજ મેળવી લેવું.
આ e-KYC નો ઉદ્દેશ સાચા લાભાર્થીઓની ઓળખ કરવા માટેનો છે જેથી કોઇએ ખોટા સમાચારથી ગેરમાર્ગે ન દોરાવવા તેવી વિનંતી છે.
આ સાથે “રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો- ૨૦૧૩" હેઠળ નુ વિતરણ તા ૩૧/૦૫/૨૦૨૫ સુધીમા પુર્ણ કરવા જણાવવામાં આવ્યું હતું. પરંતુ હાલ “રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો- ૨૦૧૩" હેઠળ સમાવેશ તમામ લાભાર્થીઓના હિતમાં આ મુદતમા વધારો કરીને ૦૫ જુન ૨૦૨૫ સુધી લંબાવેલ છે, જેથી તમામ એન.એફ.એસ.એ. લાભાર્થીને તા ૦૫ જુન ૨૦૨૫ સુધી માહે જુન-૨૦૨૫ માટે યોજનાનો લાભ મેળવી લેવા અનુરોધ છે. એમ જિલ્લા પુરવઠા અધિકારી સાબરકાંઠા હિંમતનગરની એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
***
Comments
Post a Comment