મહેસાણા જિલ્લા ના કડવાસણ ગામે સમરસ સરપંચ તરીકે મુકેશજી ઠાકોર ઘોષિત રિપોર્ટર ખોડાભાઇ કે પટેલ કડવાસણ

🌺સમરસ ચુંટણી🌺
 આપણા સ્વચ્છ,સુંદર અને સંપીલા એવા કડવાસણ ગામે 
"સમરસ" સ્કીમ દ્દ્વારા "સરપંચ" ની પસંદગી કરીને 
કડવાસણ ગામની કિર્તીમાં એક 
નવું સોગુ ઉમેર્યુ છે.
    ચાલુ વર્ષે બક્ષીપંચની સીટ આવવાથી પટેલ શિવાયની 
દેસાઈ, પ્રજાપતિ તથા ઠાકોર માંથી કોઈ એક વ્યકિતને "સરપંચ" બનાવવાનો હોવાથી ખૂબજ વિકટ પરિસ્થિતિ ઉપસ્થિત થયેલ હતી,પરંતું આપણા ગામના પટેલ પરિવારોએ ખૂબજ સમજદારીથી તથા તટસ્થ રહીને દેસાઈ, પ્રજાપતિ તથા ઠાકોર જ્ઞાતિને કોઈને મનદુઃખ ન થાય તે રીતે ત્રણે ઉમેદવારોને સમજાવીને સુખદ પરિણામ દ્વારા ત્રણે ઉમેદવારોના નામની ચિઠ્ઠીઓ બનાવી અને એક ચિઠ્ઠી ઉપડીને એક "સરપંચ" બનાવીને ખૂબજ પ્રસંસનીય કામગીરી કરેલ છે.
     પરિણામ સ્વરુપે ત્રણ ઉમેદવારમાંથી શ્રી મુકેશજી કાંન્તીજી ઠાકોરનું નામ નિકળતાં તેઓશ્રીને કડવાસણ ગામના "સરપંચ" તરીકે સર્વાનુમતે ઘોસીત કરેલ છે.
   આ રીતે સરપંચશ્રીની પસંદગી કરવાથી ગામમાં કોઈ પણ જ્ઞાતિ કે વ્યકિત ને મનદુખ થયલ નથી અને કડવાસણ ગામમાં કોઈ વેરઝેર કે વિવાદ ઉભો થયો નથી,જેથી કડવાસણ ગામના તમામ જ્ઞાતિના લોકો સુખશાંન્તીથી અને ભાઈચારાથી રહી શકશે!
  આપણેસૌ કડવાસણ ગામના રહીશો તેઓને અભિનંદન આપીએ છીએ.તથા આશા રાખીએ કે નવા "સરપંચ" શ્રી મુકેશજી કાંન્તીજી ઠાકોર આવનારા પાંચ વર્ષ સુધી કડવાસણ ગામની પ્રગતિ કરે અને શ્રી સરકાર દ્વારા મળતી ગ્રાન્ટો તથા વિવિધ યોજનાઓ દ્વારા મળતા લાભો   
ગામના રહીશોને અપાવે એવી હું કડવાસણ ગામ વતીથી આશા રાખુ છું.
   અંબાલાલ એન. પ્રજાપતિ
             કડવાસણ

Comments