પ્રેસનોટ તા.૨૪/૦૬/૨૦૨૫ ના રોજ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અરવલ્લી ધ્વારા દધાલીયા ગામે “ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫” અંતર્ગત જાગૃતિ સેમીનાર રિપોર્ટ જગદીશભાઈ પંડ્યા મેઘરજ
પ્રેસનોટ
તા.૨૪/૦૬/૨૦૨૫ ના રોજ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અરવલ્લી ધ્વારા દધાલીયા ગામે “ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫” અંતર્ગત જાગૃતિ સેમીનાર રાખવામાં આવ્યો.
તા.૨૪/૦૬/૨૦૨૫ ના રોજ દધાલીયા PHC સેન્ટર ખાતે ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત જાગૃતિ સેમીનાર રાખવામાં આવ્યું.આ કાર્યક્રમ માં જિલ્લા મહિલા બાળ અધિકારી,જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી,જિલ્લા હેલ્થ વિભાગ ના DPHN,જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ના એડવોકેટશ્રી તેમજ PHC ના મેડીકલ ઓફિસરશ્રી અને DHEW,૧૮૧ અભયમ,OSC,PBSC ટીમ હાજર રહી
આજ ના કાર્યક્રમ માં ઉપસ્થિત ગામની બહેનો ને ૧૮૧ અભયમ શ્રી ચેતનાબેન ચૌધરી,OSC ના શ્રદ્ધાબેન ચૌધરી,PBSC ના નીરૂબેન પરમાર ધ્વારા પોતાના સેન્ટર ના કાર્યક્ષેત્ર ની જાણકારી આપી અને DLSC ના એડવોકેટશ્રી ડી.જી.વણકર અને શ્રી વૈશાલીબેન પંચાલ ધ્વારા કાયદા અંગે ની વિસ્તૃત માં જાણકારી આપી તેમજ VO ના પ્રમુખ શ્રીમતી બીનાબેન પંડ્યા ધ્વારા બહેનો ને સખીમંડળ ના ફાયદા અને મંડળ ની મદદ થી બહેનો પીડિત મહિલાને કેવી રીતે મદદરૂપ થાય તેની જાણકારી આપી જિલ્લા હેલ્થ વિભાગ ના DPHN શ્રી હર્ષિદાબેન ત્રિવેદી અને PHC ના મેડીકલ ઓફિસર ધ્વારા મહિલાઓના હેલ્થ ને લગતી જાણકારી આપી તંદુરસ્ત શરીર માટે કયો આહાર ખાવો તેમજ ગર્ભ દરમિયાન કઈ કઈ બાબતો નો ધ્યાન રાખવો તેની જાણકારી આપી, જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી શ્રી રમેશભાઈ ચૌધરી ધ્વારા મહિલાઓ ના સુરક્ષા અને સલામતી માટે કઈ કઈ બાબતોને ધ્યાને રાખવી અને પોતાનો બચાવ કઈ રીતે કરી શકાય તેની જાણકારી આપવામાં આવી તેમજ અંત માં જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી હસીનાબેન મન્સૂરી ધ્વારા દીકરીઓના ભણતર પર ભાર મુક્યો દીકરીઓને ભણાવીને આગળ લાવવા જણાવવામાં આવ્યું તેમજ મહિલાઓ સમાજ માં પ્રતિસ્થા અને સ્વમાન કઈ રીતે મેળવી શકે તેની જાણકારી આપી અંતે મહિલાઓને મુજ્વતા પ્રશ્નોનું જવાબ આપી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યું.સમગ્ર કાર્યક્રમ નું આયોજન જિલ્લા મહિલા અને બાળ કચેરી અરવલ્લી ના જેન્ડર સ્પેસીયાલીસ્ટ શ્રી અકરમભાઈ શેખ ધ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું અને ગામના સામાજિક કાર્યકર શ્રી વસંતભાઈ પંડ્યા મદદરૂપ થયા
Comments
Post a Comment