સાબરકાંઠા જિલ્લામાં હથિયાર બંધી
**
આગામી તા.૨૭ જૂન ૨૦૨૫ના રોજ રથયાત્રા તથા તા.૦૬ જુલાઇ ૨૦૨૫ના રોજ મુસ્લીમ ધર્મનો મહોરમ તહેવાર તથા તા.૦૬ જુલાઇ ૨૦૨૫થી હિન્દુ/જૈન ધર્મનો પવિત્ર ચતુર્માસ શરૂ થનાર છે. તેમજ તા.૦૬ જુલાઇ ૨૦૨૫થી ગૌરીવ્રત/જયાપાર્વતી વ્રત શરૂ થઈ તા.૧૦ જુલાઇ ૨૦૨૫ના રોજ પૂર્ણ થનાર છે. જેમાં નાની છોકરીઓ/સ્ત્રીઓ, ગૌરીવ્રત/જયપાર્વતીનું વ્રત કરી મંદિરોમાં પુજા/અર્ચના કરવા જાય છે. તેમજ આગામી સમયમાં ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણી તા.૨૨ જૂન ૨૦૨૫ના રોજ યોજાનાર છે અને તેની મતગણતરી તા.૨૫ જૂન ૨૦૨૫ના રોજ હાથ ધરનાર છે. જેમાં જુદા જુદા રાજકીય પક્ષો પોતાની જીત માટે પ્રવાસ કાર્યક્રમો તથા સભાઓ, રેલી વગેરે કાર્યક્રમો ઘડવાની શક્યતા હોઇ તેમજ જુદા જુદા ખાનગી ઇનપુટો ધ્યાને લેતાં જિલ્લામાં અસામાજીક તત્વો ધ્વારા અઘટિત બનાવ ન-બને તે માટે તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે સારુ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી કે.એ.વાઘેલાએ તેમને મળેલી સત્તાની રૂએ સાબરકાંઠા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૨૩ જૂન ૨૦૨૫ થી તા.૦૭ જુલાઇ ૨૦૨૫ સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે. જેમા ૧. જેનાથી શારીરીક ઇજા પહોચાડવા અંગે ઉપયોગમાં લઇ શકે તેવા શસ્ત્રો જેમ કે, શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, સોટા, ટોટા, બંદુક,ચપ્પુ, લાઠી કે તેવી બીજી કોઇ વસ્તુઓ લઇ જવા અંગે અથવા સાથે લઇને ફરવાનું. ૨. કોઇપણ ખવાઇ જાય તેવા પદાર્થ અથવા જલ્દી સળગી ઉઠે તેવી વસ્તુઓ, બીજા સ્ફોટક પદાર્થો લઇ જવા અંગે અથવા સાથે લઇને ફરવાનું. ૩. પથ્થરો કે બીજા હથીયારો કે હથીયારો ફેકવાના કે નાખવાના યંત્રો કે સાધનો એકઠા કરવા તથા સાથે લઇ જવા અંગે કે તૈયાર કરવા કે સાથે લઇને ફરવાનું. ૪. સળગતી કે પેટાવેલી મશાલ સરઘસમાં લઇ જવા બાબત. ૫. વ્યક્તિઓ અથવા તેના શબ, આકૃતિ કે આકાર અથવા પુતળા દેખાડવાનું. ૬. લોકોએ બુમ પાડવાની કે ગીતો ગાવાની કે વાદ્ય વગાડવા બાબત. ૭. અપમાન કરવાના અથવા જાહેર કરવાના ઇરાદાથી બિભત્સ સુત્રો પોકારવાનું જેનાથી સુરુચી અથવા નિતીનો ભંગ થાય તેવું ભાષણ કરવાનો તથા હાવભાવ તથા ચેષ્ટા કરવાનું તથા પત્રો, પત્રીકાઓ, પ્લેકાર્ડો, ચીત્રો, નિશાનીઓ દેખાડવાનું અથવા ફેલાવો કરવાનુંકે સાથે રાખીને ફરંવાનું.
“અપવાદ: નીચેની વ્યક્તિઓને લાગુ પડશે નહી”
૧. જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી, એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટશ્રી અથવા અધિકૃત કરેલ કોઇ પણ અધિકારીશ્રીએ શારીરીક અશક્તિના કારણે લાકડી, કે લાઠી લઇ જવાની પરવાનગી આપી હોય તે વ્યક્તિઓ. ૨. સરકારી નોકરી કે કામ કરતી વ્યક્તિઓ કે જેના ઉપરની અધિકારીએ હથ્રિયાર લઇ જવાનું ફરમાવ્યું હોય અથવા આવુ કોઈ હથિયાર ફરજ ઉપર સાથે રાખવાનું આવશ્યક હોય. ૩. કોઇ ધાર્મિક તહેવારની ઉજવણી માટે આ જાહેરનામામાં ઉલ્લેખ કરેલ તે પૈકીના હથિયાર ધાર્મિક રીવાજોને અનુરૂપ ઉપયોગ કરવા માટે અને જિલ્લા પોલીસ અધિકારીશ્રી અથવા તે વિસ્તારના સબ ડીવિઝન્લલ મેજીસ્ટ્રેટશ્રી, એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટશ્રીએ અગાઉથી લેખિતમાં મંજુરી આપી હોય તેવી સંસ્થા કે વ્યક્તિઓ. ૪. ખેતીના કામે ઓજારો લઇ જતાં ખેડુતો. ૫. સરકારશ્રીના સરકારી કાર્યક્રમ
આ જાહેરનામાનો ભંગ કરનાર સજા/દંડને પાત્ર થશે.
****
Comments
Post a Comment