અનાથો ની માતા નું તીર્થધામ ખંભોળજ મુકામે સહાયક પુરોહિત રેવ ફાધર જોન પીટર નો વિદાય સમારંભ યોજાયો રિપ હર્ષદ જોષી મુંબઈ

*અનાથોની માતા નું તીર્થધામ ખંભોળજ મુકામે સહાયક પુરોહિત રેવ. ફાધર જોન પીટર નો વિદાય સમારંભ યોજાયો*
૧ જૂન ૨૦૨૫ મહિનાના પ્રથમ રવિવારે 8.30 કલાક કલાકનો યજ્ઞ રેવ. ફાઘર જોન પીટર દ્વારા અર્પણ કરવામાં આવ્યો. ભારતભર માંથી મા અનાથોની ના ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. યજ્ઞ બાદ સભા પુરોહિત રેવ ફાધર ફ્રાન્સીસ રેક્સ દ્વારા પોતાની સાથે વિતાવેલ એક વર્ષ ના અનુભવો રજૂ કર્યા હતા, હાલ તેઓની ઠાકરા મુકામે બદલી થતાં જઈ રહ્યા છે. ત્યારે હું મા અનાથોની ને પ્રાર્થના કરુ છું. તેઓ હંમેશા નિરોગી રહે સેવા કાર્ય માં અગ્રેસર રહે. ઈશ્વર પિતા તેમના કાર્યમાં મદદરૂપ બને. પેરિસ કાઉન્સિલ કમિટીના પ્રમુખ ડો. શૈલેષ વાણીયા 'શૈલ'દ્વારા તેઓનો પરિચય તથા ધાર્મિક બાબતોની રજૂઆત કરવામાં આવી. કમિટીના સભ્યો દ્વારા બુકે સાલ આપી તેઓનું સન્માન કરવામાં આવ્યું. અનાથોની માતા નું ભવન કોન્વેન્ટના સિસ્ટર બ્લેસી દ્વારા પુષ્પગુચ્છ આપી તેઓનું સન્માન કરવામાં આવ્યું. 8.30 કલાકે શરૂ કરવામાં આવેલી આ વિધિ 10:00 વાગે સંપન્ન કરવામાં આવી. અનાથોની માતા નો જય.

Comments