ભગવાન જગન્નાથજીની ૧૪૮મી રથયાત્રા પૂર્વે ના શુભ પ્રસંગો શરુ થઇ ગયા છે. સરસપુર ખાતે ના મોસાળ મંદિરે વાસણાના ત્રિવેદી પરિવારે ભાવભેર મામેરું અર્પણ કર્યું. આ પ્રસંગે ભક્તો ની ભારે ભીડ જોવા મળી હતી.
ભગવાન ના વાઘા અને સોના ચાંદી ના આભૂષણો ત્રિવેદી પરિવાર ની મહિલાઓ દ્વારા તૈયાર કરાવવામાં આવ્યા છે.
૧૦ વર્ષ બાદ મામેરા નો લ્હાવો ત્રિવેદી પરિવાર ને મળ્યો છે. મામેરા ની ૨ કીલોમીટર લાંબી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં હજારો લોકો જોડાયા હતા.
મામેરા માં ૨૧ સાડીના સેટ, ૨૧ સોના ચાંદી ના સેટ, ૩ મુગટ, ૧ પાવૅતી શણગાર, ૧ ચાંદી ની પહોંચી, ૬ મૂર્તિ ના વસ્ત્રો અને ૩ ભગવાન ના વસ્ત્રો નો સમાવેશ થાય છે.
અષાઢી બીજ ને ૨૭ જુને ભગવાન જગન્નાથ બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજી સાથે નગરચર્યાએ નીકળશે. ૧૪૮ મી રથયાત્રા માં ૧૮ ગજરાજ, ૩૦ અખાડા, ૧૮ ભજન મંડળીઓ અને ૧૦૮ શણગારેલા ટેબ્લો નીકળશે. સમગ્ર દેશના ધાર્મિક સ્થળોએથી ૨૫૦૦ સાધુસંતો રથયાત્રામાં જોડાશે.
૨૫ મીએ સવારે ૮ વાગ્યે ભગવાન મોસાળ થી પરત ફરી ને ગભૅગૃહ માં બિરાજશે.
આ વર્ષે ૧૨૦૦ ખલાસીઓ રથયાત્રા નું સંચાલન કરશે ઉપરાંત ૭૦૦ ખલાસીઓ સ્ટેન્ડ બાય રહેશે. મંદિર ટ્રસ્ટે મંદિર પરિસર નો ૧ કરોડ રૂપિયા નો વીમો ઉતરાવ્યો છે.
રથયાત્રા ના દિવસે મંગળા આરતી દરમ્યાન કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે. અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ રથમાં પહિન્દ વિધિ કરીને રથયાત્રા ને પ્રસ્થાન કરાવશે.
રથયાત્રા માં ૩૦ હજાર કીલો મગની પ્રસાદી નું વિતરણ કરવામાં આવશે ઉપરાંત ૫૦૦ કીલો જાંબુ તથા ૫૦૦ કીલો કેરી અને કાકડી નું પણ વિતરણ કરવામાં આવશે આ સાથે ૨ લાખ ઉપરણા ના પ્રસાદ નું વિતરણ કરવામાં આવશે.
મંગળા આરતી પછી ભગવાન ને ખીચડી અને ગવારફળી નો ભોગ ધરાવવામાં આવશે.
Comments
Post a Comment