સૈન્યના શોર્યને તિરંગા યાત્રાથી સન્માનતુ હિંમતનગર*જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલે તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાયું રિપોર્ટર પ્રજ્ઞેશ બારોટ વડાલી
સૈન્યના શોર્યને તિરંગા યાત્રાથી સન્માનતુ હિંમતનગર
***********
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલે તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવી
**********
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરમાં ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણીના ભાગરૂપે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલે તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવી હતી. આ યાત્રા હિંમતનગરના વૈશાલી ગ્રાઉન્ડ ખાતેથી શરૂ થઈ મહાવીર નગર ,તેમજ હિંમતનગરના વિવિધ વિસ્તારોમાં થઈ ટાવર ચોક સુધી યોજાઈ હતી.
શૌર્યવાન અને પરાક્રમી ભારતીય સેના દ્વારા પાકિસ્તાન પર કરાયેલી કાર્યવાહીને બિરદાવવા, ઓપરેશન સિંદૂરની સફળતાના ભાગરૂપે યોજાયેલી આ તિરંગા યાત્રામાં દેશભક્તિનો માહોલ ઠેર ઠેર જોવા મળ્યો હતો.
આ યાત્રામાં લોકસભા સાંસદ શોભનાબેન બારૈયા, રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા, હિંમતનગર ધારાસભ્યશ્રી વી.ડી ઝાલા, ઇડર ધારાસભ્યશ્રી રમણલાલ વોરા , પ્રાંતિજ ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમાર , જિલ્લા અગ્રણી શ્રી કનુભાઈ પટેલ, શ્રી ગજેન્દ્રભાઈ સકસેના, સુશ્રી કૌશલ્યા કુંવરબા પરમાર ,સહકારી આગેવાન શ્રી મહેશભાઈ પટેલ , શ્રી જેઠાભાઈ પટેલ, શ્રી શાંતિ ગીરી મહારાજ, જે. ડી પટેલ, સહિત વિવિધ સંગઠનના પ્રદેશ તેમજ જિલ્લાના પદાધિકારીઓ, વિવિધ મોરચાના અને સંગઠનના હોદ્દેદારો, તેમજ સમગ્ર સાબરકાંઠાના આગેવાનો હિંમતનગરના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Comments
Post a Comment