*આજે ખેડબ્રહ્મા ખાતે કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં ખેડૂત તાલીમ કેન્દ્ર ખેડબ્રહ્માના નવનિર્મિત મકાનનો લોકાર્પણ સમારોહ યોજાશે રિપોર્ટર જિતેન્દ્ર જોષી ખેડબ્રહ્મા
*આજે ખેડબ્રહ્મા ખાતે કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં ખેડૂત તાલીમ કેન્દ્ર ખેડબ્રહ્માના નવનિર્મિત મકાનનો લોકાર્પણ સમારોહ યોજાશે*
******
સાબરકાંઠા જિલ્લામાં ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હસ્તકના ખેડૂત તાલીમ કેન્દ્ર-ખેડબ્રહ્માના નવનિર્મિત મકાનનો લોકાર્પણ સમારોહ કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોધોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રીશ્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં યોજાશે.
આજે તારીખ ૦૫-૦૫-૨૦૨૫ ને સોમવારના રોજ સાંજે 5:00 કલાકે નાયબ ખેતી નિયામકશ્રી (તાલીમ) ની કચેરી, ખેડૂત તાલીમ કેન્દ્ર, ખેડબ્રહ્મા ખાતે કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોધોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રીશ્રી રાઘવજી પટેલની અધ્યક્ષતા તેમજ પંચાયત, કૃષિ રાજ્યકક્ષાના મંત્રીશ્રી બચુભાઈ ખાબડની પ્રેરક ઉપસ્થિતિમાં ખેડૂત તાલીમ કેન્દ્ર-ખેડબ્રહ્માના નવનિર્મિત મકાનનો લોકાર્પણ સમારોહ યોજાશે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ,લોકસભા સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા, રાજ્યસભા સાંસદશ્રીમતી રમીલાબેન બારા,કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી ડૉ. અંજુ શર્મા (IAS),ખેતી નિયામકશ્રી પ્રકાશ એસ.રબારી,હિંમતનગર ધારાસભ્યશ્રી વિનેન્દ્રસિંહ ઝાલા,પ્રાંતિજ ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમાર,ઇડર ધારાસભ્યશ્રી રમણલાલ વોરા,ખેડબ્રહ્મા ધારાસભ્યશ્રી ડૉ. તુષાર ચૌધરી ઉપસ્થિત રહેશે.
****
Comments
Post a Comment