અષાઢી બીજ ના દિવસે પરંપરાગત નીકળતી રથયાત્રા ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે આ વર્ષે ૧૪૮મી રથયાત્રા રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ અમદાવાદ

અષાઢી બીજ ના દિવસે પરંપરાગત નીકળતી રથયાત્રા ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.આ વર્ષે ૧૪૮ મી રથયાત્રા નીકળશે. 
ટ્રક એસોસિયેશન પ્રમુખ વિશાલ લોધા ના જણાવ્યા અનુસાર આ વર્ષે ૧૦૧ ટેબ્લો રથયાત્રા માં ભાગ લેશે. જેમાંથી ૬૦ જેટલા ટેબ્લો યુનિક સ્ટાઈલ થી શણગારવામાં આવશે. ૧૦ ટેબ્લો માં પ્રમુખ મંદિર ની પ્રતિકૃતિ જોવા મળશે. આ ઉપરાંત વૃંદાવન ના શણગાર વાળો ટેબ્લો, કૈલાસ માનસરોવર, ઓપરેશન સિંદૂર, s400, ગરબા ની થીમ, ખોડિયાર માતાજી, પાણી બચાવો, છોડ ઉગાડો જેવા શણગાર ટેબ્લો માં જોવા મળશે.
રથયાત્રા માં ૧૦૧ ટેબ્લો ઉપરાંત ૧૮ ગજરાજ, ૨૦ ભજન મંડળી, ૨૫ અખાડા, ૩ બેન્ડ વાજા, અનેક સાધુ સંતો અને ભક્તો સાથે ૧૨૦૦ જેટલા ખલાસીઓ પરંપરાગતરીતે રથને ખેંચવા માટે માટે જોડાશે.
નગર પરિક્રમા કરીને ભક્તોને આપવા નીકળતા ભગવાન શ્રી કૃષ્ણ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ ની એક ઝલક મેળવવા માટે અમદાવાદીઓ થનગની રહ્યા છે.

Comments