અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશન લી. ના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન અંતગૅત 'શ્રમદાન ' કાર્યક્રમ યોજાયો. રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ અમદાવાદ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશન લી. ના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન અંતગૅત 'શ્રમદાન ' કાર્યક્રમ યોજાયો. જેનો શુભારંભ ગુજરાત ના મહામહિમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી એ કરાવ્યો.
સ્વચ્છતા અભિયાન માં રાજ્યપાલશ્રી પણ સામેલ થયા હતા. અને શ્રમદાન દ્વારા પ્રજાજનોને સ્વચ્છતા નો સંદેશ આપ્યો હતો. અને નદીનું સ્વચ્છ હોવું કેટલું જરૂરી છે તેનું મહત્વ સમજાવ્યું હતું.
આ સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન માં રાજ્યપાલશ્રી ઉપરાંત અમદાવાદ ના મેયર પ્રતિભાબેન જૈન, સાંસદ ભરતભાઈ મકવાણા, ધારાસભ્ય અમિત શાહ, સ્થાનિક કોર્પોરેટરો, મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ, ભાજપના કાર્યકરો અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

Comments