*સાબરકાંઠા જિલ્લામાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ** રિપોર્ટર પ્રજ્ઞેશ બારોટ વડાલી
*સાબરકાંઠા જિલ્લામાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ*
**
સાબરકાંઠા જિલ્લામાં તા.૦૭/૦૬/૨૦૨૫ના રોજ મુસ્લીમ ધર્મનો બકરીઇદનો તહેવાર તેમજ જુદા જુદા ઇનપુટ ધ્યાને લઇ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઇ રહે તે માટે સાબરકાંઠાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ક્રિષ્ણા વાઘેલા તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા સાબરકાંઠા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૦૭/૬/૨૦૨૫ના કલાક ૨૪-૦૦ સુધીના સમયગાળા દરમિયાન નગરપાલિકા વિસ્તારમાં સંબંધિત સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી તથા ગ્રામ્ય વિસ્તારમાં મામલતદારશ્રી અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટશ્રીની અગાઉથી મંજૂરી મેળવ્યા સિવાય ચાર કે વધુ માણસો એકઠા થવા તથા સભા સરઘસ કાઢવા ઉપર, સરકારી કચેરીઓ આગળ ધરણા ઉપવાસ, દેખાવોની પ્રવૃતિ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ પ્રતિબંધ પૂર્વ મંજૂરી લીધેલ હશે તેને લાગુ પડશે નહીં. આ પ્રતિબંધક હુકમનો ભંગ કરનાર વ્યાક્તિ દંડ અને શિક્ષાને પાત્ર થશે.
Comments
Post a Comment