વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એ રાજસ્થાન ખાતે થી ૧૦૩ નવીનીકૃત અમૃત ભારત રેલવે સ્ટેશન .રિપોર્ટર કશ્યપ ભાઈ ભટ્ટ અમદાવાદ
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એ રાજસ્થાન ખાતે થી ૧૦૩ નવીનીકૃત અમૃત ભારત રેલવે સ્ટેશન રાષ્ટ્ર ને સમર્પિત કર્યા હતા.
ગુજરાત માટે ઘણા આનંદ ની વાત છે કે ગુજરાત રાજ્ય ના પણ નવીનીકરણ પામેલા ૧૮ રેલવે સ્ટેશનો નો સમાવેશ થાય છે.
માનનીય નરેન્દ્ર મોદી ના આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લાના રૂપિયા ૧૦.૫૫ કરોડ ના ખર્ચે પુનર્વિકસીત થયેલા લીંબડી રેલવે ખાતે ગુજરાત ના મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે મોદી જી ના નેતૃત્વમાં ભારતીય રેલવે નો કાયાકલ્પ થયો છે.
રેલવે નું ૧૦૦% ઈલેક્ટ્રીફિકેશન થવા જઈ રહ્યું છે. વંદે ભારત ટ્રેન નું નેટવર્ક સમગ્ર દેશમાં ઉભું થયું છે.
મોદીજી ના નેતૃત્વમાં ગુજરાત માં પણ રેલવે ના અનેકવિધ નવા પ્રકલ્પો સહિત રેલવે નો વ્યાપ વધ્યો છે. ૨૦૦૯ થી ૨૦૧૪ સુધીમાં રેલવે બજેટમાં ગુજરાતને ફક્ત ૫૮૯ કરોડ રૂપિયા મળતા હતા. આજે ૨૦૨૫-૨૬ માં ૨૯ ગણા વધારા સાથે ૧૭૧૫૫/- કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. નવીનીકૃત થયેલા ૧૮ રેલવે સ્ટેશનો ની ભેટ ગુજરાત ને આપવા બદલ માનનીય વડાપ્રધાનશ્રી, રેલવે મંત્રાલય તથા રેલવે મંત્રીશ્રી નો મુખ્ય મંત્રી શ્રી એ સૌ નાગરિકો વતી આભાર વ્યક્ત કરુ છું તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
Comments
Post a Comment