*આધ્યાત્મિકતા અને એકતા સાથે ગુજરાતના સાંસદો અને મહાનુભાવો સાથે ભવ્ય સત્યનારાયણ પૂજા અને રાત્રિભોજન સમારંભ..!!*
*ભારત સરકારમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી અને ભાવનગર લોકસભાના સાંસદ તથા મારા પરમ સ્નેહી શ્રીમતી નિમુબેન બાંભણિયા જીના નિવાસસ્થાને ગુજરાતના સાંસદો અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આયોજિત ભગવાન સત્યનારાયણજી ની પૂજામાં આપણા સૌના આદર્શ અને લોકપ્રિય સાંસદ શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા જીએ સહભાગી થઈ માનનીય મંત્રીશ્રીને ગૃહ પ્રવેશની હાર્દિક શુભકામનાઓ પાઠવી અને રાત્રિભોજન કાર્યક્રમમાં ભાગ લીધો.*
*આ પાવન પ્રસંગે સાંસદ શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા જી સાથે ગુજરાતના સાંસદગણ અને માનનીય મહાનુભાવો એકત્ર થઈ, ધર્મ, સંસ્કૃતિ અને ભક્તિના આ પવિત્ર સમાગમમાં સામેલ થયા. આધ્યાત્મિક શાંતિ, ભક્તિ અને ભાઈચારા સાથે સંસ્કૃતિની ભવ્ય ઉજવણી થઈ,જે સૌ માટે એક સંસ્મરણિય ક્ષણ બની.*
*આ સમારંભ માત્ર ધાર્મિક વિધિ નહીં, પણ સહકાર, સૌહાર્દ અને રાષ્ટ્રીય એકતાના ભાવને વધુ મજબૂત બનાવતો પ્રસંગ રહ્યો.*
*આ મંગલમય પ્રસંગે કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપના યશસ્વી અધ્યક્ષ શ્રી સી.આર.પાટિલ સાહેબ અને સૌ સાંસદશ્રીઓ હાજર રહ્યા.*
Comments
Post a Comment