*જનસેવાનું સરનામું એટલે સાંસદશ્રી જનસંપર્ક કાર્યાલય..!!*
*આજ રોજ ગરવી ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ્હસ્તે આપણા સૌના આદર્શ અને સાબરકાંઠા અરવલ્લી લોકસભાના લોકપ્રિય સાંસદ શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા જીના અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતેના જનસંપર્ક કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો.*
*ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાશ્રીઓ સેવાનાં કાર્યો થકી રાષ્ટ્ર સેવા કરે છે,મારા આ જનસંપર્ક કાર્યાલયથી અરવલ્લી જિલ્લાના પ્રજાજનોના તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાશ્રીઓ ત્રણસોને પાંસઠ દિવસ,ચોવીસ કલાક કાર્યરત રહી પાર્ટીના સંસ્કારોને સાકાર કરશે એવો સાંસદશ્રીએ શુભારંભ પ્રસંગે વિશ્વાસ વ્યક્ત કર્યો.*
*સાંસદ જનસંપર્ક કાર્યાલયના શુભારંભ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર જી,જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી બચુભાઈ ખાબડ જી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર,જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રિયંકાબેન ડામોર,જિલ્લાના પ્રભારી શ્રી રાજુભાઈ જોષી,જિલ્લા અધ્યક્ષ શ્રી ભીખાજી ઠાકોર,ધારાસભ્યશ્રી પી.સી.બરંડા,ધારાસભ્યશ્રી ધવલસિંહ ઝાલા,પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રાજુભાઈ પટેલ,પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રણવીરસિંહ ડાભી,શામળાજી મંદિરના ટ્રસ્ટી શ્રી સિદ્ધાર્થભાઈ પટેલ, NSSC કમિટીના સભ્ય શ્રી હિમાંશુભાઈ પટેલ,તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખશ્રી,ચૂંટાયેલા પદાધિકારીઓ,વિવિધ મોરચાના પ્રમુખશ્રીઓ,સંગઠનના હોદ્દેદારો અને કર્મઠ કાર્યકર્તાઓ હાજર રહ્યા.*
*આપ સૌનો ખૂબ ખૂબ આભાર..!!*
Comments
Post a Comment