લોકસભા પૂર્વ પેનલ સ્પીકર અને સાંસદ સભ્ય શ્રી કિરીટભાઇ સોલંકી સાહેબનો અભિવાદન સમારોહ કાર્યક્રમ સુરેન્દ્રનગર ખાતે યોજાયો રિપોર્ટર ભીખાભાઈ એ મકવાણા નંદાસણ

લોકસભા પૂર્વ પેનલ સ્પીકર અને સાંસદ સભ્ય શ્રી કિરીટભાઇ સોલંકી સાહેબનો અભિવાદન સમારોહ કાર્યક્રમ સુરેન્દ્રનગર ખાતે યોજાયો 
શ્રી સમસ્ત વણકર સમાજ વિકાસ ટ્રસ્ટ જોરાવરનગર સુરેન્દ્રનગર દ્વારા આયોજિત શ્રી વીરમેધમાયાદેવની ટપાલ ટિકિટ પ્રસિદ્ધ કરવા બદલ લોકસભાના પૂર્વ સાંસદ,પેનલ સ્પીકર અને વીર મેધમાયા વિશ્ર્વ મેમોરિયલ ફાઉન્ડેશન અને રીસર્ચ સેન્ટર પાટણના ચેરમેન ડો કિરીટભાઈ પી સોલંકી સાહેબનો અભિવાદન કાર્યક્રમ તા 6/4/2025 ને રવિવારના રોજ સવારે 10 કલાકે વણકર સમાજ ભવન જોરાવરનગર સુરેન્દ્રનગર ખાતે યોજાયો આ કાર્યક્રમમાં સર્વ પ્રથમ પધારેલા મહાનુભાવો દ્વારા સંત સવૈયાનાથ,વિરમેધમાયા, તેમજ ડો બાબાસાહેબ આંબેડકર ની ફોટો છબી આગળ દિપ પ્રાગટય કરીને ફુલહાર પહેરાવીને કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી 
આ કાર્યક્રમમાં સમારંભના અધ્યક્ષ સ્થાને સમસ્ત વણકર સમાજ વિકાસ ટ્રસ્ટ જોરાવરનગર સુરેન્દ્રનગર નાં પ્રમુખ શ્રી મુકેશભાઈ પી મકવાણા, અતિથિ વિશેષ માં પૂર્વ સાંસદ સભ્ય, લોકસભા તેમજ વીરમેધામાયા ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટર પાટણના ચેરમેન શ્રી કિરીટભાઇ પી સોલંકી,પાટણ નગરપાલિકા ના કોર્પોરેટર શ્રી રાજેન્દ્રભાઈ હિરવાણીયા, શ્રી પરેશભાઈ મકવાણા પાટણ, સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ સ્થાપક અને રીપોર્ટર શ્રી ભીખાભાઈ એ મકવાણા, શ્રી વિજયભાઈ સાલ્વી, શ્રી ચેતનભાઈ સાલ્વી, શ્રી ખીમજીભાઈ સિંધવ, શ્રી ગોરધનભાઈ વાધેલા, શ્રી નાથુભાઈ પરમાર શ્રી બાબુભાઇ એમ વાધેલા, શ્રી પ્રવિણભાઈ મકવાણા, તેમજ નામી અનામી સૌ સમાજબંધુઓ ભાઈઓ નિવૃત્ત અધિકારીઓ મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા તેમજ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા સંસ્થાના પ્રમુખ શ્રી મુકેશભાઈ પી મકવાણા દ્વારા શ્રી કિરીટભાઇ સોલંકી સાહેબનુ શાલ તેમજ ફુલહાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સુરેન્દ્રનગર જીલ્લા વણકર સમાજ બંધારણની પુસ્તિકા આપી હતી ત્યારબાદ સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપના સ્થાપક શ્રી ભીખાભાઈ એ મકવાણા દ્વારા શ્રી કિરીટભાઇ સોલંકી સાહેબ નું ડો બાબાસાહેબ આંબેડકર નું કેલેન્ડર, સન્માનપત્ર, તેમજ વણકરોનો ઐતિહાસિક વારસો નામનું પુસ્તક આપી સન્માન કર્યું હતું આ કાર્યક્રમનું સફળ સંચાલન મંત્રી શ્રી હિમ્મતભાઈ રાઠોડ, ઉપપ્રમુખ શ્રી રણજીતભાઇ વાણીયા, તેમજ નટુભાઇ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું આભારવિધિ અર્જુનભાઈ દ્વારા કરવામાં આવી હતી અંતે સૌ સમાજબંધુઓ સમૂહભોજન લઈને છુટા પડ્યા હતા સંસ્થાના પ્રમુખ તેમજ તમામ હોદ્દેદારોને આ સુંદર કાર્યક્રમ આયોજન કરવામાં બદલ સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ સ્થાપક શ્રી ભીખાભાઈ એ મકવાણા ખુબ ખુબ હાર્દિક અભિનંદન સહ શુભકામનાઓ પાઠવે છે 
રીપોટર શ્રી ભીખાભાઈ એ મકવાણા સાબર આવાઝ નંદાસણ કડી

Comments