ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત શાળાઓમાં ઉર્જા વાન

*ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત શાળાઓમાં ઉર્જાવાન સક્રિય અને યુવા ચેરમેન શ્રી નિકુંજ મહેતાએ તમામ ૬૮ શાળાઓમાં નિયુક્ત થયા બાદ મુલાકાતો લીધેલ અને એ મુલાકાતો દરમિયાન મળેલ સૂચનો મુજબ શાળાઓમાં ભૌતિક સુવિધાઓ, શૈક્ષણિક વિષયો માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે* 

*ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત તમામ ૬૮ શાળાઓમાં તારીખ ૨૬-૩-૨૦૨૫ થી ૧૨-૪-૨૦૨૫ સુધી SMC (સ્કૂલ મેનેજમેન્ટ કમિટી) તથા વાલી મીટીંગ નું પ્રથમવાર જ શિક્ષણ સમિતિના સક્રિય ચેરમેન શ્રી નિકુંજ મહેતાની વિશેષ ઉપસ્થિતિ માં તથા સૂચના અને માર્ગદર્શન તળે આ મીટીંગો ગોઠવવામાં આવેલ છે અને આ ઉપરોક્ત તારીખો માં દરેક દિવસે ૩ થી ૪ શાળાઓમાં મીટીંગ ગોઠવવામાં આવી છે અને આ મીટીંગોમાં શિક્ષણ સમિતિના ડે.ચેરમેન શ્રી તથા શિક્ષણ સમિતિના સદસ્યશ્રીઓ અને નગરસેવકો સાથે જોડાયેલ છે*

*આ મીટીંગોમાં શાળાઓમાં ભૌતિક સુવિધા ની બાબતો હોય શૈક્ષણિક બાબતો હોય વાર્ષિક પરીક્ષાનું આયોજન અંગે તથા શાળાઓમાં થતી વિવિધ પ્રવૃત્તિઓ વિશે વાત કરવામાં આવે છે તથા સરકારશ્રી દ્વારા તથા મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવતી અલગ અલગ ગ્રાન્ટોની માહિતી તથા જે ગ્રાન્ટો શાળાને આપવામાં આવે છે. તેનુ નિયમિત આયોજન થાય અને એ આયોજન બાબતે ચર્ચા કરવામાં આવેલ તથા એ ગ્રાન્ટ વિગતો નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવે તેવી પણ સૂચના આપવામાં આવેલ સરકારશ્રી દ્વારા તથા શિક્ષણ સમિતિ દ્વારા મળતી વિદ્યાર્થીઓને સગવડતાઓ શિષ્યવૃત્તિઓ તથા વિવિધ યોજનાઓને વાત મૂકવામાં આવેલ વિસ્તારના સાંસદશ્રી,ધારાસભ્યશ્રીઓ, નગરસેવકશ્રીઓ તથા મહાનગર પાલિકા દ્વારા મળતી ભૌતિક સુવિધાઓ તથા શૈક્ષણિક બાબતો માટે જે સગવડતાઓ અને સુવિધાઓ પ્રાપ્ત થતી હોય છે તેની પણ માહિતી આપવામાં આવેલ મિટિંગમાં ઉપસ્થિત વાલીઓ સાથે સીધો સંવાદ કરવામાં આવેલ અને પ્રાથમિક શિક્ષણ પછી વિદ્યાર્થીઓ આગળ અભ્યાસ કરે તે બાબતે પણ વાલીઓને જાગૃત કરવામાં આવેલ અને ગયા વર્ષે જે શાળાઓ C અને D ગ્રેડમાં હતી તે આ વર્ષે ગુણોત્સવમાં A અને B ગ્રેડમાં શાળાઓ પહોંચેલ છે તે બાબતે શાળાના આચાર્યશ્રીઓ અને શિક્ષકશ્રીઓ ને અભિનંદન પાઠવવામાં આવેલ તથા વન નેસન વન ઇલેક્શન બાબતે સૌ સાથે ચર્ચા કરી સ્વેચ્છિક મત લેવામાં આવેલ અને ઠરાવ પસાર કરવામાં આવેલ પરીક્ષા બાદ નવા વર્ષમાં નવા એડમિશન વધે તે માટે આચાર્યશ્રી તથા શિક્ષકશ્રીઓ સાથે વાલીઓ જોડાય અને ઘરે ઘરે પત્રિકાઓ અને શાળાની આજુબાજુના વિસ્તારોમાં બેનર મારવા વિગેરે બાબતોએ ચર્ચા કરવામાં આવેલ ચેરમેનશ્રી એ શાળાના વર્ગખંડમાં જઈ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી અવલોકન કર્યું શાળા પરિષર ની મુલાકાત લીધેલ શાળાઓ માં આપવામાં આવતું ભોજન અને નાસ્તો ટેસ્ટ કરેલ ત્યારબાદ CRC શ્રી તથા શાળાના આચાર્યશ્રી, શિક્ષકશ્રીઓ સાથે શાળાની શૈક્ષણિક બાબતો પરામર્શ કર્યા અને જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ*

Comments