ગાય આધારિત પ્રાકૃતિક ખેતી નવી દિશા......... કરણપુરના હર્ષદભાઈ પટેલ શાકભાજી, મીલેટ્સ અને બાગાયતી પાકોની સફળ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. **રિપોર્ટર બાબુભાઈ ખરાડી ઝીંઝુડી
ગાય આધારિત પ્રાકૃતિક ખેતી નવી દિશા.........
કરણપુરના હર્ષદભાઈ પટેલ શાકભાજી, મીલેટ્સ અને બાગાયતી પાકોની સફળ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.
*********
એક વિઘામાં તેઓ વાર્ષિક એક થી સવા લાખ સુધી આવક મેળવે છે.
*******
એ.ટી.એમ. મોડલ ફાર્મિંગ થકી બારે માસ આવક શરૂ રહે તેવું આયોજન કર્યું છે.
*******
રાસાયણિક ખેતીની ભયાનક અસરોને પગલે આજે કેટલાય ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત દ્વારા પ્રાકૃતિક ખેતીને એક મિશન જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં અન્ય જિલ્લાઓની સાથે સાબરકાંઠા જિલ્લામાં પણ પ્રાકૃતિક ખેતીની મુહિમ સફળ રહી છે. કેટલાય પ્રગતિશીલ ખેડૂતો પ્રાકૃતિક ખેત પધ્ધતિ દ્વારા સફળતા પ્રાપ્ત કરી અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રેરણા પૂરી પાડી રહ્યા છે. એવા જ એક સફળ ખેડૂત છે, હર્ષદભાઇ પટેલ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના કરણપુરના ૫૭ વર્ષીય હર્ષદભાઈ પટેલ પોતાની ૧૦ વિઘા જમીનમાં છેલ્લા ચાર વર્ષથી શાકભાજી, બાગાયતી પાકો અને મીલેટ્સની પ્રાકૃતિક ખેતી કરી સારો એવો નફો મેળવી રહ્યા છે.
હર્ષદભાઈ પોતાના પ્રાકૃતિક ખેતીના અનુભવો જણાવતા કહે છે કે, તેઓ છેલ્લા ચાર વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ખેડૂત માટે ધરતી મા સમાન છે આ મા ને ઝેર આપી આપીને તેના પોષક તત્વો ખતમ કરી દીધા છે. હાલમાં આપણી જમીન બંજર બની ગઈ છે.
૧૯૯૦ના દાયકામાં જ્યારે તેમણે ખેતી કરવાની શરૂ કરી, તેઓ રાસાયણિક ખાતરો, દવાઓથી દૂર રહી ખેતી કરતા હતા પરંતુ જાણકારીના અભાવે તેમણે સફળતા મળી નહોતી બાદમાં તેઓ અન્ય વ્ય્વસાય તરફ વળ્યા હતા.
હાલમાં સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે વૈજ્ઞાનિક સંશોધનો અને તાલીમ થકી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે સારું એવું માર્ગદર્શન મળી રહ્યું છે. જેના કારણે ખેડૂતો હવે આ ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતીમાં સફળ થઈ રહ્યા છે. આ પરિણામો જોઇ જાણી તેઓ ફરી થી ખેતી કરવા પ્રેરાયા અને તેઓ છેલ્લા ચાર વર્ષથી ખેતીની શરૂઆત કરી. આ પ્રાકૃતિક ખેતીને અપનાવી પોતાની ધરતી માને રસાયણ મુક્ત, ઝહેર મુક્ત કરી ફરીથી તેને હરિયાળી બનાવવા ખેતીની શરૂઆત કરી. એક જ દેશી ગાયથી તેઓ પોતાની ૧૦ વિઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.
આમ તો તાલીમોમાં એમ સમજાવવામાં આવે છે કે, પોતાની જમીનના થોડા ભાગથી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરવી પરંતુ પહેલાથી જ પ્રાકૃતિક ખેતીમાં રુચિ ધરાવતા હર્ષદભાઈ એ તો પોતાની ૧૦ વીઘા જમીનમાં એક સાથે પ્રાકૃતિક ખેતી શરૂ કરી. હાલમાં તેમણે પોતાની સાત વીઘા જમીનમાં શાકભાજી કરી છે જેમાં ટામેટા, ગવાર ભીંડા, દૂધી, ગલકા, કાકડી, લસણ, રીંગણ, કોબીજ, ફુલાવર સાથે તળબૂચ તેમજ બાગાયતી પાકોમાં જામફળ ,આંબા, મોસંબી જેવા પાકો કરી રહ્યા છે. એ.ટી.એમ. મોડલ ફાર્મિંગ થકી બારે માસ આવક શરૂ રહે તેવું આયોજન કર્યું છે.
ત્રણ વીઘા જમીનમાં તેઓ ઘઉં, મગફળી તેમજ અન્ય મિલિટ્સ પાકો કરે છે. જમીનમાં પાકની ફેરબદલી આંતરપાક વગેરે વૈજ્ઞાનિક પધ્ધતિ દ્રારા ખેતી કરી આ ઝીરો બજેટ ખેતી થી તેઓ વર્ષિક એક લાખથી સવા લાખ સુધીની આવક એક વિઘા જમીનમાં થી કમાય છે. પાણીની બચત થાય તેમજ જમીનને અને પાકને જોઇતુ પાણી મળી રહે તે માટે તેઓ ફુવારા પદ્ધતિથી શાકભાજીની ખેતી કરે છે
વધુમાં હર્ષદભાઈ ઉમેરે છે કે, આગળના એકાદ બે વર્ષ છોડતા છેલ્લા બે વર્ષથી તેમણે ખેતીમાં સારી એવી આવક મળી રહે છે. પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતને એક વીઘા માંથી લગભગ એક સવા લાખ ની ચોખ્ખી આવક મળી રહે છે. વધુમાં લોકોનું સ્વાસ્થ્ય સારું રહે ઝહેર મુક્ત આહાર મળી રહે અને ધરતી બંજર થતી અટકે છે તે સૌથી મોટો ફાયદો છે. તેઓ અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વળવા અપીલ કરે છે.
Comments
Post a Comment