ઈડર માં તાપમાન નો પારો,૪૫. ડિગ્રી રસ્તા ઓ સૂમસાન બન્યા રિપોર્ટર ચેતન જોષી ઈડર

ઈડર માં તાપમાન નો પારો,૪૫. ડિગ્રી રસ્તા ઓ સૂમસાન બન્યા 
રિપોર્ટર ચેતન જોષી ઈડર 
એક બાજુ લગ્ન ની સિઝન ચાલુ હોય ત્યારે ઈડર શહેર માં તાપમાન નો પારો ૪૫ ડિગ્રી પહોંચ્યો હતો ડુંગરો વચ્ચે આવેલ શહેર માં પથ્થર ની ગરમી સાથે સુર્ય ની ગરમી થી ઈડર શહેર શેકાતુ રહે છે જ્યારે સતત ત્રણ દિવસ થી ૪૪ ડિગ્રી પારો રહી આજે ૪૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું સમગ્ર ઈડર શહેર માં બહાર ગામડામાં થી ખરીદી કરવા આવતા લોકો એ બહાર આવવા નું ટાળ્યું છે અગાઉ ના સમય માં ગરમી નો પારો ઈડર માં ૪૫ ડિગ્રી નોંધાયું હતું ગરમી માં ઠંડા પીણા અને શેરડી ના રસની માંગમાં વધારો થયો હતો નાછૂટકે બહાર નીકળતા લોકો મોઢા પર રૂમાલ બાંધી ગરમી થી બચવા પ્રયાસ કરી રહ્યા છે 
રિપોર્ટર ચેતન જોષી ઈડર

Comments