મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નંદાસણ મુકામે બૌદ્ધ સંસ્થાના સંચાલકોનું સન્માન તેમજ પાણીના કુંડા ચકલીધર વિતરણ કાર્યક્રમ યોજાયો
મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નંદાસણ મુકામે બૌદ્ધ સંસ્થાના સંચાલકોનું સન્માન તેમજ પાણીના કુંડા ચકલીધર વિતરણ કાર્યક્રમ યોજાયો
મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નંદાસણ સંકલ્પ ભુમિ બુધ્ધ વિહાર ખાતે ડો બાબાસાહેબ આંબેડકર તેમજ તથાગત બુદ્ધ ભગવાનની વિચારધારક પ્રવૃત્તિઓનું પ્રચાર પ્રસારણ કરતી સંસ્થાઓના સંચાલકોનુ સન્માન તેમજ અબોલ પક્ષીઓ માટે પાણીના કુંડા ચકલીધર વિતરણ સંકલ્પ ભુમિ બુધ્ધ વિહાર નંદાસણ ના સંચાલક આયુ ભીખાભાઈ એ મકવાણા ના જન્મ દિવસ નિમિત્તે તા 1/4/2025 ને મંગળવાર ના રોજ સાંજે 3 થી 6 કલાકે સંકલ્પ ભુમિ બુધ્ધ વિહાર નંદાસણ તા કડી ખાતે સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો તેમાં સર્વ પ્રથમ ડો બાબાસાહેબ આંબેડકર તેમજ તથાગત બુદ્ધ ભગવાનની પ્રતિમા આગળ મીણબત્તી સળગાવીને દીપ પ્રાગટ્ય કરી પધારેલા મહાનુભાવો દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી
આ કાર્યક્રમમાં બુધ્ધ અને તેમનો ધમ્મ પુસ્તકના લેખક પ્રો હરપાલ બૌદ્ધ, આયુષ્યમતિ જાગૃતિ બૌદ્ધ અમદાવાદ,બૌધિસત્વ બુધ્ધ વિહાર ચાંદખેડાના સંચાલક આયુ ટી આર ભાસ્કર,આયુ આર આર વાધેલા,ભીમ આર્મી ગુજરાત પ્રદેશના પૂર્વ અધ્યક્ષશ્રી દેવેન્દ્ર મકવાણા, વિશ્ર્વરત્ન બૌદ્ધ સંસ્થા ચાંદખેડાના આયુ ડી ડી બેન્કર, આયુષ્યમતિ લતાબેન ડી બેન્કર,આયુ જે કે પરમાર, આયુષ્યમતિ હંસાબેન જે પરમાર, આયુષ્યમતિ વિણાબેન ચાવડા,આયુ વસંતભાઈ સોલંકી,આયુ સુરેશભાઈ પરમાર, ગુજરાત વણકર વિકાસ ક્રેડિટ કો ઓ સોસાયટી લી કડી ના સંચાલક આયુ રમેશભાઈ બી મકવાણા, સંકલ્પ ભુમિ બુધ્ધ વિહાર નંદાસણ ના સંચાલક આયુ ભીખાભાઈ એ મકવાણા,આયુ હસમુખભાઈ બી મકવાણા કડી,આયુ હરિ નારાયણ બૌદ્ધ છત્રાલ,આયુ જેશિગભાઈ ડી ચાવડા-સાબરમતી,આયુ પ્રવિણભાઈ કે મકવાણા નંદાસણ, શ્રી મનુભાઈ એન સોલંકી કડી, તેમજ નામી અનામી સૌ સમાજબંધુઓ ભાઈઓ બહેનો વડીલો બૌદ્ધ ઉપાસકો ઉપાસિકાઓ મોટી સંખ્યામાં રહ્યા હતા અને પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા સંકલ્પ ભુમિ બુધ્ધ વિહાર ના સંચાલક શ્રી ભીખાભાઈ એ મકવાણા ના જન્મ દિવસ નિમિત્તે પધારેલા તમામ મહાનુભાવો નું બૌદ્ધ ભગવાન નો ટોર્ફી, ડો બાબાસાહેબ આંબેડકર નું કેલેન્ડર, સન્માનપત્ર, બૌદ્ધ વંદનાપત્ર, પાણીના કુંડા, ચકલીધર, તેમજ પંચશીલ ખેશ અને પંચશીલ પાધડી પહેરાવીને સૌનું સન્માન કરવામાં આવ્યું હતું પધારેલા તમામ મહાનુભાવો દ્વારા આયુ ભીખાભાઈ એ મકવાણા ને ગીફ્ટ,બુકે, ભારતીય સંવિધાન પુસ્તક, બૌદ્ધ ભગવાનની મૂર્તિ, તેમજ ડો બાબાસાહેબ આંબેડકર ના દશથી વધું પુસ્તકો આપીને ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું આયુ ટી આર ભાસ્કર સાહેબ,આયુ ડી ડી બેન્કર સાહેબ,આયુ જે કે પરમાર સાહેબ,પ્રો હરપાલ બૌદ્ધ સાહેબ દ્વારા ધમ્મદાન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમની આભારવિધિ આયુ હસમુખભાઈ બી મકવાણા એ કરી હતી સફળ સંચાલન શ્રી દેવેન્દ્ર મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું અંતે સૌ ચા પાણી ઠંડા પીણા પીને છુટા પડ્યા હતા આમંત્રણ ને માન આપી પધારનાર સૌ મહાનુભાવોનું ભીખાભાઈ એ મકવાણા અંતઃકરણ પૂર્વક આભાર વ્યક્ત કરે છે
રીપોર્ટર શ્રી ભીખાભાઈ એ મકવાણા સાબર આવાઝ નંદાસણ કડી
Comments
Post a Comment