હિંમતનગર આર્ટસ એન્ડ કોલેજ ખાતે એમ.ઓ.યુ. થયાહિંમતનગર સ્થિત એસ. એસ. મેહતા આર્ટસ એન્ડ એમ.એમ.પટેલ કોમર્સ કોલેજ ખાતે રિપોર્ટર હર્ષદ જોષી મુંબઈ
હિંમતનગર આર્ટસ એન્ડ કોલેજ ખાતે એમ.ઓ.યુ. થયા
હિંમતનગર સ્થિત એસ. એસ. મેહતા આર્ટસ એન્ડ એમ.એમ.પટેલ કોમર્સ કોલેજ ખાતે એટસીલ એસ.પી.વી. પ્રાઇવેટ લિમિટેડ, અમદાવાદ સાથે આજરોજ તારીખ: ૦૭/૦૪/૨૦૨૫ ને વાર સોમવારના રોજ એમ.ઓ.યુ. કરવામાં આવ્યા. સદર એગ્રીમેન્ટ અંતર્ગત વિદ્યાર્થીઓને વિવિધ ટ્રેનિંગ, રોજગારલક્ષી સેમિનારો, વર્કશોપ અને ફિલ્ડ વિઝિટ વગેરેનું આયોજન કરવામાં આવશે. વધુમાં, વિદ્યાર્થીઓને રોજગારીની તકો પણ આપવામાં આવશે. આ પ્રસંગે સંસ્થાના આચાર્યશ્રી ડૉ.આર.એન.જોષી, આઈ.ક્યુ.એસ.સી. ડાયરેક્ટર ડૉ. ટી. એસ.. બ્રહ્મભટ્ટ તથા એટસીલ એસ.પી.વી. પ્રાઇવેટ લિમિટેડ, અમદાવાદના સ્પોક્સપરસન ઉપસ્થિત રહી એમ.ઓ.યુ. સાઈન કર્યા.
Comments
Post a Comment