દેશમાં એક મતદાર ધરાવતું મતદાન મથક, આટલા કર્મચારીઓ ફરજ બજાવશે .
ગીર સોમનાથ જિલ્લાનાં બાજેણમાં મતદાન મથક ઉભુ કરવામાં આવે છે. આ મતદાન મથકની વિશેષતા એ છે કે અહીં માત્ર એક જ મતદાર છે.
મતદાનથી વંચિત રહી ન જાય તે માટે તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવે છે.
અમરેલી: ગીર સોમનાથ જિલ્લાના વડા મથક એવા વેરાવળ થી 80 કિલોમીટર દૂર આવેલ તથા સૌથી નજીકના માનવ વસ્તીવાળા વિસ્તાર જામવાળાથી 25 કિલોમીટર દૂર અને દૂર્ગમ અને અડાબીડ જંગલમાં આવેલ એકમાત્ર વ્યક્તિ માટે મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે.
ગીર ગઢડા તાલુકાના બાણેજ ખાતે આવેલ બાણ ગંગેશ્વર મહાદેવ મંદિરના મહંત હરિદાસજી એક માત્ર અહીં મતદાર છે અને તેમના માટે મતદાન ઉભુ કરવામાં આવ્યું છે. 15 થી વધુ સ્ટાફની નિમણુંક કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, દેશના આગવા અને અનોખા મતદાન મથકમાં સમાવિષ્ટ એવા બાણેજ ખાતે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા એકમાત્ર મતદાર માટે 15 જણાના પોલિંગ સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવે છે.
ઉબડ-ખાબડ રસ્તાઓ વળોટીને ગીરના જંગલમાં આવેલ બાણેજ ખાતે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મંદિરની નજીક આવેલા વનવિભાગના ક્વાર્ટરમાં એક વ્યક્તિ માટે 1 પ્રિસાઈડિંગ ઓફિસર, 2 પોલિંગ એજન્ટ, 1 પટાવાળા, 2 પોલીસ તેમજ 1 સી.આર.પી.એફ. અને અન્ય સહાયક સ્ટાફ મળી 15થી વધુ વ્યક્તિઓની મતદાન સંબંધિત કામગીરી માટે નિયુક્તિ કરવામાં આવે છે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ ડી. જાડેજાએ બાણેજ ખાતે મતદાન અંગેની તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરતાં જણાવ્યું હતું કે, લોકશાહીમાં એક-એક મત કિંમતી છે.
દૂર્ગમ વિસ્તારોમાં પણ કોઈ મતદાર, મતદાન કરવાના મૂળભૂત અધિકારથી વંચિત ન રહે તે માટે ચૂંટણી તંત્ર ભગીરથ પ્રયત્નો કરે છે. દેશમાં માત્ર મતદાર ધરાવતું એવું વિશિષ્ટ મતદાન મથક બાણેજ છે. જ્યાં મંદિરના મહંત તેમનો એકમાત્ર મત આપે છે.
ગીર ગઢડા તાલુકાના બાણેજ ખાતે આવેલ બાણ ગંગેશ્વર મહાદેવ મંદિરના મહંત અને એકમાત્ર મતદાતા હરિદાસજીએ જણાવ્યું હતું કે, બાણેજ ખાતે એકમાત્ર મતદાર તરીકે મતદાન કરી હું મારી પવિત્ર ફરજ અદા કરું છું.
મારા એક મત માટે ચૂંટણી તંત્ર દ્વારા જે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવે છે, એ દર્શાવે છે કે, આપણા દેશમાં દરેક મતની કેટલી કિંમત છે. મત આપવામાં કોઈ જ બાકી રહેવું ન જોઈએ.


Comments
Post a Comment