*ઓમકાર કલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત લોક ડાયરો રજૂ થયો*
કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર ના આર્થિક સહયોગથી ઓમકાર કલા ચેરિટેબલ ટ્રસ્ટ આયોજીત
સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત લોકડાયરો તારીખ ૩૦-૯-૨૦૨૬ સમય ૮-૩૦ કલાકે ગોકુલ ધામેશ્વર મંદિર ચોક, હિંમતનગર રજુ થયો. આ કાર્યક્રમમાં હંસરાજ ગીરી ગોસ્વામી કર્તવ્ય ગીરી ગોસ્વામી દિવ્યા ગોસ્વામી વર્ષા બારોટ વગેરે કલાકારોએ વાદ્ય વૃંદ સાથે ગુજરાતની અસ્મિતા અને સંસ્કૃતિને અનુરૂપ લોક ડાયરા નો કાર્યક્રમ રજૂ કર્યો આ કાર્યક્રમને નિહાળવા માટે મોટી સંખ્યામાં કલા રસિકો ઉપસ્થિત રહ્યા હતા.
Comments
Post a Comment