ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા “ધરતી માતાના નામે એક પત્ર: પ્રકૃતિની રક્ષાનો મારો સંકલ્પ" વિષય પર ‘ઢાઈ આખર’ રાષ્ટ્રીય સ્તરની પત્રલેખન સ્પર્ધાનું આયોજન – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ*રીપોર્ટર એમ ડી પરમાર
*પ્રેસ નોટ*
*ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા “ધરતી માતાના નામે એક પત્ર: પ્રકૃતિની રક્ષાનો મારો સંકલ્પ" વિષય પર ‘ઢાઈ આખર’ રાષ્ટ્રીય સ્તરની પત્રલેખન સ્પર્ધાનું આયોજન – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ*
*‘ઢાઈ આખર’ પત્રલેખન સ્પર્ધામાં કોઈપણ વયના લોકો લઈ શકે છે ભાગ, વિજેતાઓને રૂપિયા 5 હજારથી 50 હજાર સુધીનું પુરસ્કાર – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ*
*‘ઢાઈ આખર’ પત્રલેખન સ્પર્ધા દ્વારા યુવાનોમાં સર્જનાત્મકતા, મૌલિકતા અને આત્મઅભિવ્યક્તિને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ*
ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા નવી પેઢીમાં પત્રલેખનની સમૃદ્ધ પરંપરાને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય સ્તરની ‘ઢાઈ આખર’ પત્રલેખન સ્પર્ધા નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સ્પર્ધા પ્રતિભાગીઓને પોતાની સર્જનાત્મકતા, મૌલિક વિચારસરણી અને લાગણીઓને શબ્દો દ્વારા અસરકારક રીતે અભિવ્યક્ત કરવાની અનોખી તક પૂરી પાડે છે. સાથે જ, યુવા પેઢીને પોસ્ટ વિભાગ અને ફિલેટલી સાથે જોડવાનો પણ આ એક મહત્વપૂર્ણ પ્રયાસ છે. ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવએ જણાવ્યું કે, આ સ્પર્ધામાં "ધરતી માતાના નામે એક પત્ર : પ્રકૃતિની રક્ષા માટેનો મારો સંકલ્પ" વિષય પર પોતાના વિચારો વ્યક્ત કરતો એક પત્ર લખવાનો રહેશે. આ પત્ર ચીફ પોસ્ટમાસ્ટર જનરલ, ગુજરાત પરિમંડળ, અમદાવાદ – 380001 ને સંબોધીને મોકલવાનો રહેશે. આ સ્પર્ધામાં પસંદગી પામેલા પત્રોને રૂ. 5,000થી રૂ. 50,000 સુધીના રોકડ પુરસ્કારો આપવામાં આવશે. આ માટે વિવિધ શાળા-કૉલેજો પોસ્ટ વિભાગ સાથે મળીને પોતાને ત્યાં આયોજન કરી શકે છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટેની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર, 2026 નક્કી કરવામાં આવી છે.
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે આ ‘ઢાઈ આખર’ પત્રલેખન સ્પર્ધામાં કોઈપણ વયના લોકો ભાગ લઈ શકે છે. પ્રથમ વર્ગ 18 વર્ષ સુધીના અને બીજો વર્ગ 18 વર્ષથી વધુ વયના ભાગ લેનારાઓ માટે રહેશે. પત્ર ફક્ત ડાક વિભાગ દ્વારા જારી કરાયેલા આંતરદેશીય પત્ર અથવા કવર પર જ સ્વીકાર્ય રહેશે, જેમાં અનુક્રમે 500 અને 1000 શબ્દોમાં અંગ્રેજી, હિન્દી અથવા સ્થાનિક ભાષામાં હાથેથી લખાયેલ પત્ર મોકલી શકાય છે. પત્રમાં પોતાનું પૂરું નામ, સરનામું, જન્મતારીખ, મોબાઇલ નંબર અને શાળાનું નામ લખીને સંબંધિત પરિમંડળના ચીફ પોસ્ટમાસ્ટર જનરલના સરનામે 1 ઓગસ્ટથી 31 ઓક્ટોબર, 2026 દરમિયાન મોકલવાનો રહેશે.
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે સ્પર્ધાના વિજેતાઓને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે વિવિધ ચાર શ્રેણીઓમાં ત્રણ-ત્રણ પુરસ્કારો આપવામાં આવશે. પરિમંડળીય (રાજ્ય) સ્તરે પસંદ થયેલા શ્રેષ્ઠ પત્રોને અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે રૂપિયા 25,000, 10,000 અને 5,000 નું પુરસ્કાર આપવામાં આવશે. રાષ્ટ્રીય સ્તરે પસંદ થયેલા શ્રેષ્ઠ પત્રોને અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે રૂપિયા 50,000, 25,000 અને 10,000 નું પુરસ્કાર આપવામાં આવશે. આ રીતે દેશભરમાં કુલ રૂપિયા 40 લાખ 20 હજારના પુરસ્કારો વિજેતાઓને આપવામાં આવશે. આ સંબંધમાં વધુ માહિતી માટે વિવિધ મંડળોના અધિક્ષકો તથા હેડ પોસ્ટ ઓફિસના પોસ્ટમાસ્ટરનો સંપર્ક કરી શકાય છે.
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે વર્તમાન ડિજિટલ યુગમાં જ્યાં સંવાદના સાધનો ઝડપી અને તાત્કાલિક બની ગયા છે, ત્યાં પણ પણ હસ્તલિખિત પત્રોની આત્મીયતા, સંવેદનશીલતા અને ભાવનાત્મક ગરિમા આજે પણ અદ્વિતીય છે. પત્ર માત્ર શબ્દોનો સમૂહ નથી, પરંતુ તેમાં લાગણીઓ, સ્મૃતિઓ, સંબંધોની ઉષ્મા અને માનવીય સંવેદનાઓ સમાયેલી હોય છે, જે વર્ષો પછી પણ એ જ આત્મીયતા સાથે હૃદયને સ્પર્શે છે. 'ઢાઈ આખર' એક રાષ્ટ્રીય સ્તરની પહેલ છે, જેનો મુખ્ય હેતુ યુવાનોમાં સર્જનાત્મકતા, મૌલિકતા અને આત્મઅભિવ્યક્તિને પ્રોત્સાહન આપીને તેમને ભારતીય પોસ્ટ ની સેવા અને ફિલેટલી સાથે પુનઃ જોડવાનો છે. આ સ્પર્ધા સામાન્ય નાગરિકો માટે પણ પોતાની લેખનકલા, સર્જનાત્મકતા અને પ્રતિભા પ્રદર્શિત કરવા માટેનું એક ઉત્તમ મંચ પૂરું પાડે છે. ‘ઢાઈ આખર’ અભિયાન શબ્દો દ્વારા લાગણીઓને અભિવ્યક્ત કરવાની, માનવીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની અને નવી પેઢીમાં સર્જનાત્મક લેખન પ્રત્યે રસ જાગૃત કરવાની એક રાષ્ટ્રીય પહેલ છે. આ અભિયાન પત્રલેખનની સમૃદ્ધ પરંપરાને નવી પેઢી સુધી પહોંચાડવાની સાથે વિચારો, સંવેદનાઓ અને સંસ્કારોને એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચાડવાનું પણ એક અર્થપૂર્ણ માધ્યમ છે.
Comments
Post a Comment