ખેડબ્રહ્મા ખાતે ‘ભગવાન બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન સેવા’ અંતર્ગત 20 નવીન બસોનો મંત્રીશ્રી પી. સી. બરંડાએ લીલી ઝંડી આપી શુભારંભ કરાવ્યો* બાબુભાઈ દેસાઈ

*ખેડબ્રહ્મા ખાતે ‘ભગવાન બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન સેવા’ અંતર્ગત 20 નવીન બસોનો મંત્રીશ્રી પી. સી. બરંડાએ લીલી ઝંડી આપી શુભારંભ કરાવ્યો*
**
*આદિજાતિ સમાજના સર્વાંગી વિકાસ અને છેવાડાના વિસ્તારો સુધી પાયાની સુવિધાઓ પહોંચાડવા માટે સરકાર કટિબદ્ધ છે-મંત્રીશ્રી પી. સી. બરંડા*

***
આદિજાતિ સમાજના સર્વાંગી વિકાસ અને છેવાડાના નાગરિકો સુધી વાહનવ્યવહારની સુવિધાઓ પહોંચાડવાના સંકલ્પ સાથે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા “ભગવાન બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન સેવા” અંતર્ગત 20 નવીન બસોને મંત્રીશ્રી પી. સી. બરંડાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આ કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠા તથા ગ્રાહકોની બાબતો મંત્રીશ્રી પી. સી. બરંડાએ 
 જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આદિજાતિ સમાજના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે અને છેવાડાના વિસ્તારો સુધી પાયાની સુવિધાઓ પહોંચાડવા માટે સતત કાર્યરત છે. ‘ભગવાન બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન સેવા’ અંતર્ગત શરૂ કરવામાં આવેલી આ નવીન બસો મુખ્યત્વે આદિજાતિના બાળકો અને વિદ્યાર્થીઓ માટે જ શરૂ કરવામાં આવી છે.

આ બસો વિશેષ રૂપે શાળા-કોલેજોના સમયે જ સંચાલિત કરવામાં આવશે, જેથી અંતરિયાળ ગામડાઓના બાળકો સમયસર અને સુરક્ષિત રીતે પોતાની શિક્ષણ સંસ્થાઓ સુધી પહોંચી શકે. શાળાના સમયે બસ સુવિધા મળવાથી બાળકોનો કિંમતી સમય બચશે, તેમની સુરક્ષા સુનિશ્ચિત થશે અને શિક્ષણમાં ઝડપ આવશે. આદિજાતિના બાળકો વિના કોઈ અગવડે પોતાનો અભ્યાસ પૂર્ણ કરી દેશના વિકાસમાં સહભાગી બને તે જ રાજ્ય સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

વડાપ્રધાનશ્રીના ડીજલ બચાવવાના અભિયાન અંતર્ગત વર્ષ ૨૦૨૫-૨૬ માં ખેડબ્રહ્મા ડેપોએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો.તે બદલ ખેડબ્રહ્મા ડેપોના સારથીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. 

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રીનાબેન પટેલ, ધારાસભ્યશ્રી તુષાર ચૌધરી,નગરપાલિકા પ્રમુખશ્રી,અગ્રણી કનુભાઈ પટેલ,પૂર્વ સાંસદશ્રી રમીલાબેન બારા, પૂર્વ ધારાસભ્યશ્રી અશ્વિનભાઈ કોટવાલ,પ્રાયોજના વહીવટદાર શ્રી વિશાલ સકસેના, પ્રાંત અધિકારીશ્રી નિમેષભાઈ પટેલ, ડેપો વિભાગીય નિયામકશ્રી સહિત અન્ય અમલીકરણ અધિકારીશ્રીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. 

****

Comments