સખી વન સ્ટોપ સેન્ટર અરવલ્લી અરવલ્લી જિલ્લાની કલેકટરશ્રીની અધ્યક્ષ તા હેઠળ તથા જિલ્લા મહિલા બાળ અધિકારી શ્રી ના માર્ગદર્શ રિપોર્ટર જગદીશભાઈ પંડ્યા મેઘરજ

સખી વન સ્ટોપ સેન્ટર અરવલ્લી 
 અરવલ્લી જિલ્લાની કલેકટરશ્રીની અધ્યક્ષ તા હેઠળ તથા જિલ્લા મહિલા બાળ અધિકારી શ્રી ના માર્ગદર્શન હેઠળ સંચાલિત સખીવન સ્ટોપ સેન્ટર અરવલ્લીમાં એક ઘરેલુ હિંસાથી અસરગ્રસ્ત બેનને તેમના પતિ વિરુદ્ધ અરજી આપેલ બેનના જણાવ્યા અનુસાર બેનના લગ્ન દસ વર્ષ અગાઉ થયેલ છે લગ્ન જીવનથી બેનને બે સંતાન છે બંને પતિ પત્નીનું લગ્ન જીવન 8 વર્ષ સુધી સારી રીતે ચાલ્યું ત્યારબાદ પતિએ અન્ય સ્ત્રી સાથે લગ્ન બહારના સંબંધ હોવાથી પતિ-પત્નીમાં ઝઘડા અને વિખવાદ ઊભો થયેલો બેનના પતિ અને તેમની પ્રેમિકા એક જ જગ્યા નોકરી કરે છે બેનના પતિ તે પ્રેમિકાની તેમના ઘરે લાવેલ ત્યારબાદ બેનને માનસિક ત્રાસ આપે તેથી બે ને પતિ વિરુદ્ધ સેન્ટર ખાતે અરજી આપેલ અને સ્ટોપ સેન્ટર દ્વારા બેનના પરિવારને સંપર્ક કરેલ અને બેનના સાસરી પક્ષ તથા પિયર પક્ષ ને બોલાવેલ.
 ત્યારબાદ પતિને કાઉન્સેલિંગ દરમિયાન સમજાવેલ છે કે લગ્ન પછી અન્ય સ્ત્રી સાથે સંબંધ રાખવો સામાજિક અને કાયદાકીય રીતે યોગ્ય માનવામાં આવ્યો નથી આવા સંબંધથી પત્ની બાળકો અને આખા પરિવાર પર માનસિક અને સામાજિક અસર પડી શકે છે વિશ્વાસ તૂટવાથી દાંપત્યજીવનમાં તણાવ અને વિખવાદ વધે છે તેથી પરિવારની ખુશી જવાબદારી અને સમાજમાં સન્માન જળવાઈ રહે તે માટે યોગ્ય અને સકારાત્મક નિર્ણય લેવો જરૂરી છે 
 ત્યારબાદ બેન નું ફોલો અપ લેતા જણાવેલ છે કે બંને પતિ પત્ની અને તેમના બાળકો શાંતિથી ઘરે રહે છે આમ ઘરેલુ હિંસાથી અસરગ્રસ્ત બેનનું લગ્ન જીવન તૂટતા સખીવાર સ્ટોપ સેન્ટરે બચાવ્યું.
રિપોર્ટર જગદીશ ભાઈ પંડ્યા 
મેઘરજ અરવલ્લી

Comments