હિંમતનગર અર્બન હેલ્થ સેન્ટર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો* જિલ્લા પ્રતિનિધિ મિનેશભાઈ વ્યાસ તલોદ

*હિંમતનગર અર્બન હેલ્થ સેન્ટર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો*
****

હિંમતનગર સ્થિત અર્બન હેલ્થ સેન્ટર ખાતે આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. 
આ કેમ્પ દરમિયાન કુલ ૧૪ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું, જે આપત્કાલીન પરિસ્થિતિઓમાં દર્દીઓ માટે અમૂલ્ય સાબિત થશે. રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને “રક્તદાન મહાદાન” ના સંદેશને સાકાર કર્યો હતો.
કાર્યક્રમ દરમિયાન આરોગ્ય ટીમ દ્વારા રક્તદાનના મહત્વ વિશે માહિતી આપવામાં આવી તથા વધુમાં વધુ લોકો આ મહાન કાર્યમાં જોડાય તે માટે પ્રેરણા આપવામાં આવી હતી.
આવો કેમ્પ માત્ર રક્ત સંગ્રહ પૂરતો નથી, પરંતુ માનવ જીવન બચાવવા માટે સમાજને જોડતો એક સંવેદનશીલ પ્રયાસ છે.

Comments