સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના સુચારુ સંચાલન માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી લલિત નારાયણ સિંઘ સાંદુની ઉપસ્થિતિમાં ‘નોડલ અધિકારીઓ’ની બેઠક યોજાઈ* રિપોર્ટર એમડી પરમાર

*સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના સુચારુ સંચાલન માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી લલિત નારાયણ સિંઘ સાંદુની ઉપસ્થિતિમાં ‘નોડલ અધિકારીઓ’ની બેઠક યોજાઈ*
***
*ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ જરૂરી સૂચનો કર્યા*
****
સાબરકાંઠા જિલ્લામાં આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓને ધ્યાને રાખી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંઘ સાંદુના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં ચૂંટણી પ્રક્રિયાને વધુ સુદ્રઢ અને આયોજનબદ્ધ બનાવવા માટે વિવિધ કામગીરી માટે 'નોડલ અધિકારીઓ'ની નિમણૂક કરવામાં આવી હતી.

સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીઓ માટેના જાહેર થયેલા કાર્યક્રમ મુજબ, આગામી ૦૬ એપ્રિલ ૨૦૨૬ થી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખ ૧૧ એપ્રિલ ૨૦૨૬ નક્કી કરવામાં આવી છે, જ્યારે ૧૫ એપ્રિલ ૨૦૨૬ સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે. સમગ્ર જિલ્લામાં મતદાનની પ્રક્રિયા ૨૬ એપ્રિલ ૨૦૨૬ ના રોજ યોજાશે અને ત્યારબાદ ૨૮ એપ્રિલ ૨૦૨૬ ના રોજ મતોની ગણતરી હાથ ધરી પરિણામ જાહેર કરવામાં આવશે.

જિલ્લામાં કુલ-૦૮ તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ યોજાનાર છે. આ ઉપરાંત, હિંમતનગર, ઈડર અને વડાલી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તેમજ પ્રાંતિજ નગરપાલિકાની ખાલી પડેલી બેઠકો માટેની પેટાચૂંટણી યોજાશે. આ વ્યાપક ચૂંટણી પ્રક્રિયામાં જિલ્લા, તાલુકા અને નગરપાલિકા સ્તરે અનેક પ્રકારની વહીવટી કામગીરીઓ નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવા સૂચન કરવામાં આવ્યું હતું. 

આ નોડલ અધિકારીઓ જિલ્લા, તાલુકા અને નગરપાલિકા વિસ્તારોમાં તેમને સોંપવામાં આવેલી કામગીરી જેવી કે આચારસંહિતા અમલીકરણ, મેનપાવર, ટ્રેનિંગ અને મતદાન મથકોની સુવિધાઓ પર સીધી દેખરેખ રાખશે.

આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ તમામ અધિકારીઓને ચૂંટણીની કામગીરીમાં કોઈ પણ પ્રકારની શિથિલતા ન રાખવા અને પરસ્પર સંકલન સાધીને સંપૂર્ણ પારદર્શિતા સાથે કામ કરવા સૂચન કર્યા હતા.

Comments