*મક્કમ મનોબળ આગળ શારીરિક મર્યાદાઓ ગૌણ બની; દિવ્યાંગ મતદારોએ અદમ્ય ઉત્સાહ સાથે મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વને દીપાવ્યું*રીપોર્ટર એમ ડી પરમાર સાબલી
*મક્કમ મનોબળ આગળ શારીરિક મર્યાદાઓ ગૌણ બની; દિવ્યાંગ મતદારોએ અદમ્ય ઉત્સાહ સાથે મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વને દીપાવ્યું*
****
સાબરકાંઠા જિલ્લામાં યોજાઈ રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે લોકશાહીના અનોખા દ્રશ્યો જોવા મળ્યા હતા. શારીરિક પડકારોને મક્કમ મનોબળથી પરાસ્ત કરી જિલ્લાના અનેક દિવ્યાંગ મતદારોએ લોકશાહીના આ પર્વમાં પોતાની સક્રિય ભાગીદારી નોંધાવી હતી. "મતદાન એ માત્ર હક નહીં, પણ નૈતિક જવાબદારી છે" તે સૂત્રને દિવ્યાંગોએ મતદાન મથક સુધી પહોંચીને સાર્થક કરી બતાવ્યું છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 'સુગમ્ય મતદાન'ના સંકલ્પ સાથે દરેક મતદાન મથક પર દિવ્યાંગો માટે વિશેષ સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી. વ્હીલચેર, રેમ્પ અને વિશેષ સહાયકોની મદદથી દિવ્યાંગ મતદારોએ ખૂબ જ સરળતાપૂર્વક પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો હતો. મતદાન મથક પર તૈનાત પોલીસ જવાનોએ પણ દિવ્યાંગ મતદારોને અગ્રતા આપી હતી.
પોતાની શારીરિક મર્યાદાઓને બાજુએ મૂકીને વોટ આપવા પહોંચેલા દિવ્યાંગોની આ કર્તવ્યનિષ્ઠા અન્ય નાગરિકો માટે પણ પ્રેરણાસ્ત્રોત બની રહી છે. દિવ્યાંગ મતદારોનો આ ઉમળકો અને મક્કમ નિર્ધાર સાબરકાંઠા જિલ્લામાં લોકશાહીની મજબૂતીનો પરિચય કરાવી રહ્યો છે.
Comments
Post a Comment