દસાડા તાલુકા ના વણોદ ગામે અનુસુચિત જાતિ સમાજન યુવાનો દ્વારા એકતા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ રિપોર્ટર ડી કે મકવાણા વિસાાવડી દસાડા
દસાડા તાલુકા ના
વણોદ ગામે અનુસુચિત જાતિ સમાજન યુવાનો દ્વારા એકતા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ
વણોદ ગામે સમસ્ત અનુસુચિત (SC) સમાજ એકતા ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૮ જેટલી ટીમો એ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.. જેમાં મેચ ના અંત માં રોમાંચક ફાઈનલ મેચ એછવાડા ઇલેવન V/S નાવિયાણી ઈલેવન વચ્ચે રમાઇ હતી જેમાં નાવિયાણી ઈલેવન વિજેતા જાહેર થઈ હતી ...જેઓને ઉપસરપંચ શ્રી વણોદ (નટુભાઈ રાઠોડ)દ્વારા વિજેતા ફાઈનલ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી અને એછવાડા ઇલેવન ટીમ ને રનર્સ અપ ટ્રોફી આપવામાં આવી હતી...મેન ઓફ ધ સીરીઝ થનાર ખેલાડી વિશાલ પરમાર (નાવિયાણી) ને પ્રોત્સાહક ટ્રોફી આપવામાં આવી હતી..આ સમગ્ર ટુર્નામેન્ટ નું સરસ સુંદર અને સુંચારૂ આયોજન , યુવાનો એ કર્યું હતું જેમાં આયોજક પીયુષ સોલંકી ને ખુબ ખુબ અભિનંદન તથા સહ આયોજક જગદીશ રાઠોડ અને રમેશભાઇ સોલંકી તથા મેરૂભાઈ સોલંકી, અતુલ સોલંકી , મેહુલ સોલંકી તથા sc સમાજ ના સૌ મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું...
આ તકે ટુર્નામેન્ટ માં ભાગ લેનાર તમામ ગામ ની ટીમ નો ખુબ અને સરસ સહયોગ સહકાર રહ્યો હતો સમસ્ત ખેલાડીઓ ને ખુબ ખુબ આભાર સહ અભિનંદન ઉપસરપંચ શ્રી નટુભાઇ રાઠોડ વણોદ પાઠવી એમના ઉત્સાહ મા વધારો કર્યો હતો
"ઉપસરપંચ શ્રી વણોદ"
Comments
Post a Comment