અમદાવાદ ખાતે “સમાનતા ફાઉન્ડેશન - ગુજરાત” દ્વારા, “પૂરુહોત્રા - સારથી ફોર મેન (SIF-બેંગલુરુ, કર્ણાટક)”ના સહયોગથી, પીડિત પુરુષો અને તેમના કુટુંબીજનોના હક્કો ના રક્ષણ અને ન્યાય માટે #Justice For Men અંતર્ગત એક વ્યાપક “કાનૂની જાગરૂકતા સેમિનાર” ગીતા હોલ, ભવન્સ કોલેજ કેમ્પસ ,કામા હોટલ પાસે ,ખાનપુર, અમદાવાદ ખાતે 29 માર્ચના રવિવારના રોજ સવારે 9:00 થી 4:30 ના સમય વચ્ચે યોજાયો. રિપોર્ટર કૌશિકભાઈ ગોર અમદાવાદ

અમદાવાદ ખાતે “સમાનતા ફાઉન્ડેશન - ગુજરાત” દ્વારા, “પૂરુહોત્રા - સારથી ફોર મેન (SIF-બેંગલુરુ, કર્ણાટક)”ના સહયોગથી, પીડિત પુરુષો અને તેમના કુટુંબીજનોના હક્કો ના રક્ષણ અને ન્યાય માટે #Justice For Men અંતર્ગત એક વ્યાપક “કાનૂની જાગરૂકતા સેમિનાર” ગીતા હોલ, ભવન્સ કોલેજ કેમ્પસ ,કામા હોટલ પાસે ,ખાનપુર, અમદાવાદ ખાતે 29 માર્ચના રવિવારના રોજ સવારે 9:00 થી 4:30 ના સમય વચ્ચે યોજાયો.

આ સેમિનાર વર્તમાન સમયમાં લાગુ લિંગ-આધારિત કાયદાઓના દુરુપયોગ સામે પીડિતોને સશક્ત બનાવવા માટે મહત્વપૂર્ણ પ્લેટફોર્મ સાબિત થશે. એ આશય થી કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.

સેમિનારમાં નીચેના મુખ્ય મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા હતા.
• લિંગ આધારિત કાયદાઓના દુરુપયોગ સામે કાનૂની બચાવ
• જુઠા વૈવાહિક કેસોમાં યોગ્ય સ્ટ્રેટે જી અને માર્ગદર્શન
• ભારતીય ન્યાય સંહિતા (BNS) મુજબના મહત્વપૂર્ણ કાયદાઓની સમજ
• પીડિતોના બંધારણીય અને કાનૂની હક્કોની સુરક્ષા
• કાયદાનાં મૂંઝવતા પ્રશ્નો માટે - પ્રશ્નોત્તરી સત્ર

Justice For Men માત્ર એક અભિયાન નહીં પરંતુ એક સામાજિક ન્યાય માટેની ચળવળ છે, જેનો મુખ્ય હેતુ પીડિતોને કાનૂની જ્ઞાન દ્વારા સશક્ત બનાવી, તેમને યોગ્ય ન્યાય અપાવવાનો છે. સાથે સાથે, સમાજમાં સ્ત્રી-પુરુષ બંને વર્ગોમાં સમાનતા, સંતુલન અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ ઉભું કરવું પણ આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

“સમાનતા ફાઉન્ડેશન - ગુજરાત” અને “પૂરુહોત્રા - સારથી ફોર મેન” બંને સંસ્થાઓ “Save Indian Family Movement” સાથે સંકળાયેલી છે અને દેશભરમાં અનેક “MENINAR – Legal Awareness Seminar” દ્વારા હજારો લોકોને માર્ગદર્શન આપી ચૂકેલી છે. 

આ કાર્યક્રમમાં ગુજરાતના વિવિધ શહેરો જેવા કે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, પોરબંદર,મહેસાણા,પાલનપુર , ગાંધીનગર, જામનગર વગેરે માંથી 125થી વધુ સહભાગીઓ મહિલાઓ ભાગ લીધો. નિષ્ણાતો દ્વારા પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન અને પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવામાં આવ્યું.

તાજેતરના અનેક બનાવોએ દર્શાવ્યું છે કે, કાયદાના દુરુપયોગ થી નિર્દોષ પુરુષો અને તેમના પરિવારજનો ગંભીર માનસિક, સામાજિક અને આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં, આ સેમિનાર પીડિતોને કાનૂની માર્ગદર્શન સવાલ જવાબ અને ન્યાય માટે નવી આશા પૂરું પાડશે.

*"સમાનતા ફાઉન્ડેશન - ગુજરાત" સંસ્થા દ્વારા પીડિતોને નિઃશુલ્ક માર્ગદર્શન, દર રવિવારે સાપ્તાહિક સપોર્ટ મીટિંગ તેમજ દેશની સૌપ્રથમ પ્રાઈવેટ હેલ્પલાઈન : 8882 498 498 મારફતે સહાય આપવામાં આવી રહી છે, જેને દર મહિને હજારો કૉલ્સ પ્રાપ્ત થાય છે...*

સંસ્થા સરકારને “રાષ્ટ્રીય પુરુષ આયોગ”ની રચના તેમજ લિંગ તટસ્થ કાયદાઓ અમલમાં લાવવા માટે પણ આગ્રહપૂર્વક રજૂઆત કરી રહી છે.

“સમાનતા ફાઉન્ડેશન - ગુજરાત” સમાજમાં કાનૂની સમાનતા, માનવ અધિકારો, બાળ કલ્યાણ અને જનજાગૃતિ માટે સક્રિયપણે કાર્યરત છે અને તેના કાર્યક્રમોને મીડિયા તરફથી સતત પ્રતિસાદ મળતો રહ્યો છે.
રિપોર્ટર કૌશિકભાઈ ગોર અમદાવાદ

Comments