મેઘરજ તાલુકાના બાઠીવાડા ગામે ઐતિહાસિક હોળીકા દહનનો ભવ્ય ઉત્સવ યોજાયો રીપોર્ટર નટવરભાઈ કે પરમાર ચોરીમાલા
મેઘરજ તાલુકાના બાઠીવાડા ગામે ઐતિહાસિક હોળીકા દહનનો ભવ્ય ઉત્સવ યોજાયો
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના બાઠીવાડા ગામે પરંપરાગત રીતે હોળીકા દહનનો ભવ્ય અને ઐતિહાસિક ઉત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે હજારોની સંખ્યામાં ગ્રામજનો, ભક્તો અને નાગરિકોએ ઉપસ્થિત રહી પરંપરા, સંસ્કૃતિ અને સામૂહિક એકતાનો અદભૂત દ્રશ્ય સર્જ્યું હતું.
આ ભવ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં
શ્રીમતી શોભનાબેન બારૈયા
સાબરકાંઠા સંસદસભ્ય,
શ્રી પી સી બરંડા
ભિલોડા ધારાસભ્ય,
શ્રી ભીખાજી ઠાકોર
જિલ્લા ભાજપ પ્રમુખ,
જિલ્લા કલેક્ટરશ્રી,
સહિત અનેક લોકપ્રતિનિધિઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનો દ્વારા ગ્રામજનોની એકતા, પરંપરા અને સાંસ્કૃતિક વારસાની પ્રશંસા કરવામાં આવી હતી. તેઓએ જણાવ્યું કે આવા ઉત્સવો સમાજમાં ભાઈચારો, સંસ્કૃતિ અને પરંપરાગત મૂલ્યોને જીવંત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
Comments
Post a Comment