સુપરહીટ નાટક આઇ લવ યુ ક્રિષ્ના પરથી બનશે ગુજરાતી ફિલ્મ . રિપોર્ટર હર્ષદ જોશી મુંબઈ

સુપરહીટ નાટક આઇ લવ યુ ક્રિષ્ના પરથી બનશે ગુજરાતી ફિલ્મ .
લોકેશન અને શૂટિંગ વજ્ર ભૂમિ અને વડોદરા માં થશે .આ ફિલ્મ 'જે પરિવારના સભ્યો ભેગા મળી હસેછે નક્કીએઘરમાં શ્રીકૃષ્ણ વસે છે '.આ માત્ર
 એક સંવાદ નથી પરંતુ હજારો પરિવારોના હૃદયને સ્પર્શી ગયેલી એક સંવેદના છે .વડોદરા ના આંગણેથી શરૂ થયેલા અને દેશ વિદેશમાં સેકડો હાઉસફુલ શો દ્વારા પ્રેક્ષકો ને મંત્રમુઘ કરનાર લોકપ્રિય નાટક આઇ લવ યુ ક્રિષ્ના હવે રૂપેરી પરદે કમાલ કરવા તૈયાર છે કૃષ્ણ ભક્તિ અને શુદ્ધ પારિવારિક મનોરંજન પીરસતી કૃતિ ની હવે ભવ્ય ગુજરાતી ફીચર ફિલ્મ માં
રૂપાંતર કરવાની જાહેરાત કરાઈ છે. છેલ્લા 30 થી વધુ વર્ષોથી મનોરંજન જગતમાં સીરીયલો નાટકો અને ફિલ્મો દ્વારા પોતાની આગવી ઓળખ ઉભી કરનાર ચક્ર રાજ ફિલ્મ આ પ્રોજેક્ટનું નિર્માણ કરી રહ્યું છે . ફિલ્મને ટેકનિકલ રીતે સજજ બનાવવા માટે અનુભવી કસબીઓની ફોજ કામે લાગી છે. જેમાં પંકજકુમાર સાથે વર્ષોથી કાર્યરત એવોર્ડ વિજેતા લેખક દિગ્દર્શક મનોજ નથવાણી આ ફિલ્મને ડાયરેક્ટ કરી રહ્યા છે .જાણીતા સિનેમેન્ટ્રોગ્રાફર વિપુલ પટેલ ફિલ્મને અને કેમેરામાં કંટાળવાની સાથે પોસ્ટ પ્રોડક્શનની જવાબદારી પણ નિભાવી રહ્યા છે ફિલ્મના દ્રશ્યોમાં રોમાંચ ભરવા માટે ઈરફાન પીર દાદા અને જોની માસ્ટર એક્શન ડિરેક્ટર તરીકે જોડાયા છે. સંગીતની ઊંડી સમજ ધરાવતા પિયુષ કહાર ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને ગીતોમાં વિશેષ યોગદાન આપી રહ્યા છે .જેની પત્રકાર સભા ૧૮ માર્ચ ના રોજ વડોદરા ખાતે કરવા માં આવી હતી.આ ફિલ્મ સફળ બને એ માટે સાબર આવાઝ પરિવાર તરફથી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. રિપોર્ટર હર્ષદ જોશી મુંબઈ

Comments