વિજયનગરના ચિઠોડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પમાં ૨૦ યુનિટ રક્ત એકત્રિત કરાયું** એમડીી પરમાર
*વિજયનગરના ચિઠોડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પમાં ૨૦ યુનિટ રક્ત એકત્રિત કરાયું*
****
સાબરકાંઠા જિલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ "રક્તદાન મહાદાન"ના અભિગમ સાથે યોજાઈ રહેલા અભિયાન અંતર્ગત ચિઠોડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આરોગ્ય ટીમ દ્વારા વનબંધુ વિસ્તારમાં કરવામાં આવેલા સઘન પ્રચાર-પ્રસાર અને રક્તદાનના મહત્વની સમજણને પરિણામે કુલ ૨૦ યુનિટ રક્ત એકત્રિત થયું હતું. આ રક્તનો ઉપયોગ અતિ જોખમી સગર્ભા માતાઓ, નવજાત શિશુઓ તેમજ ટીબી, કેન્સર અને સિકલ સેલ જેવી ગંભીર બીમારીઓથી પીડાતા દર્દીઓની સમયસર સારવાર માટે કરવામાં આવશે, જે જરૂરિયાતમંદો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
Comments
Post a Comment