*ઈનોવેશન ફેસ્ટિવલ ૨૦૨૬: ખેડબ્રહ્માના આંગણવાડી કેન્દ્રના કાર્યકર છાયાબેન રાવલે 'ઉત્તર ઝોન'માં શ્રેષ્ઠ પ્રદર્શન કરી રાજ્ય કક્ષાએ સ્થાન મેળવ્યું* રિપોર્ટર જીતેન્દ્રભાઈ જોશી ખેડબ્રહ્મા
*ઈનોવેશન ફેસ્ટિવલ ૨૦૨૬: ખેડબ્રહ્માના આંગણવાડી કેન્દ્રના કાર્યકર છાયાબેન રાવલે 'ઉત્તર ઝોન'માં શ્રેષ્ઠ પ્રદર્શન કરી રાજ્ય કક્ષાએ સ્થાન મેળવ્યું*
******
શિક્ષણ અને બાળ વિકાસ ક્ષેત્રે નવીન પ્રયોગોને પ્રોત્સાહન આપવા માટે ડાયેટ (DIET) ઈડર દ્વારા આયોજિત 'જિલ્લા કક્ષાના ઈનોવેશન ફેસ્ટિવલ ૨૦૨૬' માં ખેડબ્રહ્માના ૧૪ આંગણવાડી કેન્દ્રના કાર્યકર શ્રીમતી છાયાબેન રાવલની ઉત્કૃષ્ટ કામગીરીને પગલે તેમની પસંદગી ઝોન કક્ષા માટે કરવામાં આવી હતી.
ત્યારબાદ, તારીખ ૧૧ થી ૧૩ ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલ 'ઉત્તર ઝોન કક્ષાના ઈનોવેશન ફેસ્ટિવલ ૨૫-૨૬' માં પણ છાયાબેને પોતાની પ્રતિભાનો પરિચય આપતા શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. આ પ્રભાવશાળી દેખાવને કારણે હવે તેમની પસંદગી રાજ્ય કક્ષાના ઈનોવેશન ફેસ્ટિવલ માટે કરવામાં આવી છે.
જિલ્લા શિક્ષણ અને તાલીમ સંસ્થા (DIET), ગાંધીનગર ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં છાયાબેન દ્વારા રજૂ કરવામાં આવેલ તેમનો ઇનોવેટિવ પ્રોજેક્ટ "વાલીઓનો વિશ્વાસ ક્ષેત્ર" આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
આ પ્રયોગનો મુખ્ય ઉદ્દેશ્ય આંગણવાડી અને વાલીઓ વચ્ચે અતૂટ જોડાણ અને વિશ્વાસ ઊભો કરવાનો છે.જજ પેનલ દ્વારા આ પ્રયોગની મૌલિકતા અને તેની બાળ વિકાસ પર થનારી સકારાત્મક અસરોને ખૂબ જ બિરદાવવામાં આવી હતી.
છાયાબેન રાવલની આ મહેનત અને શિક્ષણ પ્રત્યેના સમર્પણને વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
Comments
Post a Comment