*"રક્તદાન એ જ મહાદાન"*
**
*નાદરી ગામે રક્તદાન કેમ્પ યોજાયો : કુલ ૩૫ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું*
સાબરકાંઠા જિલાના વડાલી તાલુકાના નાદરી ગામે આયુષ્માન આરોગ્ય કેન્દ્ર દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં કુલ ૩૫ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. ગ્રામજનોમાં રક્તદાન અંગે જાગૃતિ ફેલાવવાની સાથે જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત ઉપલબ્ધ થાય તેવો ઉમદા હેતુથી આ કેમ્પ યોજાયો હતો.
આ સફળ આયોજન પાછળ આરોગ્ય ટીમનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો, જેમાં CHO હિરલબેન, FHW રેખાબેન તથા MPHW યોગેશભાઈએ ગ્રામજનો સાથે સતત સંપર્ક જાળવીને પ્રેરણાદાયક કામગીરી કરી હતી. નાદરી ગામનો આ સરાહનીય પ્રયાસ અન્ય ગ્રામ્ય વિસ્તારો માટે પણ રક્તદાન જેવી સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ માટે માર્ગદર્શક અને પ્રેરણારૂપ સાબિત થશે. ગ્રામ્ય સ્તરે આરોગ્ય સેવાઓની સક્રિયતા અને સમાજની સહભાગિતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા આ આયોજનમાં મોટી સંખ્યામાં યુવાનો અને ગ્રામજનોએ સ્વૈચ્છિક રીતે જોડાઈને રક્તદાન કર્યું હતું.
Comments
Post a Comment