રાયગઢમાં સ્કાઉટ ગાઈડ અને એન. જી. જોશી હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે 'કેન્સર અવેરનેસ વોકેથોન' યોજાઈ* રિપોર્ટર મિનેશભાઈ વ્યાસ તલોદ
રાયગઢમાં સ્કાઉટ ગાઈડ અને એન. જી. જોશી હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે 'કેન્સર અવેરનેસ વોકેથોન' યોજાઈ*
*****
આવો સાથે મળી સમગ્ર ભારતને કેન્સર મુક્ત બનાવીએ" ના ઉમદા હેતુ સાથે સાબરકાંઠા સ્કાઉટ ગાઈડ અને શ્રી એન. જી. જોશી હાઈસ્કૂલ, રાયગઢના સંયુક્ત ઉપક્રમે રાયગઢ ગામમાં કેન્સર અવેરનેસ વોકેથોન અને જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ચીફ કમિશનર શ્રી અતુલભાઈ દીક્ષિત અને શાળાના આચાર્યશ્રી ભરવાડની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉત્સાહભેર જોડાયા હતા.
જિલ્લા ઓર્ગેનાઈઝ કમિશનર અલકા પટેલ, સ્કાઉટર મહોબ્બતસિંહ અને ગાઈડર નિકિતાબહેનના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ ગામના મુખ્ય માર્ગો પર રેલી યોજી, કેન્સર વિરોધી સૂત્રોચ્ચાર કરી અને પેમ્પલેટ વિતરણ દ્વારા ગ્રામજનોને આ જીવલેણ બીમારી પ્રત્યે જાગૃત કર્યા હતા.
આ પ્રસંગે કો-ઓર્ડિનેટર સીમા શાહ, રેન્જર કમિશનર સોનલ ડામોર અને સ્કાઉટર મહેન્દ્ર કટારા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સ્કાઉટ ગાઈડ વિભાગ દ્વારા કરાયેલા આ પ્રયાસને શાળા પરિવાર અને ગ્રામજનોએ બિરદાવી, આવનારી પેઢીને ઓજસ્વી અને સક્ષમ બનાવવાની આ પહેલને આશીર્વાદ પાઠવ્યા હતા.
Comments
Post a Comment